વધી રહેલી ગરમી માટે જવાબદાર છે બી-ટાઉનની આ હસીના, વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો…

હેડિંગ વાંચીને તમે કંઈ પણ અષ્ટમ પષ્ટમ વિચારો એ પહેલાં કહી દેવાનું કે અહીં વાત બી-ટાઉનની બ્યુટીફૂલ અને હોટનેસનું પાવર હાઉસ એવી એક્ટ્રેસ તમન્ના ભાટિયાની થઈ રહી છે.
એક તરફ જ્યાં બહાર સૂરજદાદા પૃથ્વીવાસીઓ પર આકરો તાપ વરસાવી રહ્યા છે ત્યાં બીજી બાજું તમન્ના ભાટિયાએ ઈન્ટરનેટ પર પોતાની કાતિલ અદાઓ, મૂવ્ઝ અને હોટનેસથી ગરમી વધારી દીધી છે. વિશ્વાસ ના થતો હોય તો હાલમાં જ અજય દેવગણની ફિલ્મ રેડ ટુ (Raid 2)ના રીલિઝ કરવામાં આવેલા ટ્રેક નશાનો વીડિયો જોઈ લો…
આપણ વાંચો: તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
11મી એપ્રિલ એટલે કે આજે જ ફિલ્મ રેડ ટુના મેકર્સે ફિલ્મનો પહેલો ટ્રેક નશા રિલીઝ કર્યું છે. આ ગીતમાં તમન્ના ભાટિયાએ પોતાના શાનદાર ડાન્સથી આગ લગાવી દીધી છે.
આ પહેલાં તમન્નાએ ફિલ્મ સ્ત્રી ટુના સુપરહિટ ગીત આજ કી રાતમાં પણ પોતાની સેન્સેશનલ ડાન્સિંગ સ્કિલથી લોકોને મોહિત કરી દીધા હતા અને આવું જ કંઈક ગીત નશામાં પણ જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર 2.56 મિનિટનું આ ગીત જાની દ્વારા લખવામાં આવ્યું છે અને જેસ્મિન સેન્ડલ્સ, સચેત ટંડન, દિવ્યા કુમાર અને સુમન્થો મુખર્જી દ્વારા ગાવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે યે નશા કભી ના ઉતરે, હર દિલ કી એક હી તમન્ના…
આપણ વાંચો: મની લોન્ડ્રિંગ કેસ મુદ્દે તમન્ના ભાટિયાની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે મામલો
રેડ ટુનું આ સોન્ગ રિલીઝ થતાં જ ઈન્ટરનેટ યુઝર્સે આ ગીતને લઈને પોતાના રિવ્યુ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પહેલાં આજ કી રાત અને હવે નશા… બીજા યુઝરે પૂછ્યું કે હની સિંહનું ગીત ક્યારે આવશે તો ત્રીજા એક યુઝરે લખ્યું છે કે તાપમાન વધારી રહી બેબ..
અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં આવેલી ફિલ્મ રેડની સિક્વલ રેડ ટુ છે જેમાં અજય દેવગણ, રિતેશ દેશમુખ, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક, રજત કપૂર સહિત અનેક કલાકારો મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ પહેલી મે, 2025ના રીલિઝ થઈ રહી છે.