બ્રેકઅપ બાદ આ કોનામાં ખોવાઈ Tamannaah Bhatia? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં વિજય વર્મા સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો વિજય અને તમન્ના બંને હવે અલગ થઈ ગયા છે. વર્ષોથી સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંને જણે છુટા પડવાનું નક્કી કર્યું છે. જોકે, જોવાની વાત એ છે તે બંને જણે આ મામલે હજી મૌન સેવ્યું છે, પરંતુ આ બધા વચ્ચે તમન્ના ભાટિયાએ ચૈત્રી નવરાત્રિના પહેલાં દિવસે પોતાના ઘરે માતાની ચૌકી રાખી હતી અને આ સમયે તન્ના એકદમ હેપ્પી મૂડમાં જોવા મળી હતી.
હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને તમન્નાએ નવરાત્રિના પહેલાં જ દિવસે પોતાના ઘરે માતા કી ચૌકીનું આયોજન કર્યું હતું જે જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે તમન્ના કદાચ બ્રેકઅપ બાદ પોતાનું મન ભક્તિમાં લગાવી રહી છે. માતા કી ચૌકીમાં તમન્ના એકદમ હેપ્પી મૂડમાં ઝૂમતી જોવા મળી હતી. ચાહકોને તમન્નાનો આ સાદગીપૂર્ણ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ સમયનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તમન્ના માતાની ચૌકીમાં એકદમ લીન અને મસ્ત મગન થઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાત કરીએ તમન્નાના લૂકની તો તમન્નાએ આ સમયે પિંક કલરનો સૂટ પહેર્યો છે. સિમ્પલ લૂકમાં પણ તમન્ના એકદમ કમાલની લાગી રહી છે.

વીડિયોમાં તમન્ના પોતાના પરિવાર સાથે માની આરતી કરતી જોવા મળે છે. તમન્ના નવરાત્રિમાં મા દુર્ગાને પોતાના ઘરે લઈને આવી છે. વાત કરીએ તમન્ના અને વિજયની રિલેશનશિપની તો બ્રેકઅપ બાદ પણ બંને જણ મિત્રો છે અને બંને જણ હાલમાં પોતાના કામ પર ફોકર કરી રહ્યા છે. હોળી પાર્ટીમાં પણ બંને જણ અલગ અલગ પહોંચ્યા હતા અને એન્જોય કરતાં જોવા મળ્યા હતા. એ સમયના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના અને વિજય બંનેના હાથમાં મહત્ત્વના પ્રોજેક્ટ છે અને તેઓ એ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
આપણ વાંચો : બ્રેકઅપની અફવાઓ વચ્ચે તમન્નાએ કરી હવે પર્સનલ લાઈફની વાત કે…