મનોરંજન

વ્હાઈટ સાડી, રેડ બ્લાઉઝ, અંબોડામાં ગજરો, જાણીતી એક્ટ્રેસનો આ લૂક જોઈને તો…

સાઉથની સુપરડુપર ક્યુટ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવી છે. એમાં પણ જ્યારથી તેણે વિજય વર્મા સાથે બ્રેકઅપ કર્યું છે ત્યારથી તો તે અધ્યાત્મ તરફ થોડી વધારે ઢળી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઘર પર માતા કી ચૌકી અને હવે એક્ટ્રેસ મુંબઈના જાણીતા મંદિરે ભોળા શંભુના દર્શન કરવા પહોંચી હતી. આ સમયે તે ભક્તિમાં લીન જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તમન્નાના આ મંદિર વિઝિટના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે તમન્ના ભાટિયા મુંબઈના જાણીતા બાબુલનાથ મંદિરે પહોંચી હતી. આ સમયે તમન્નાએ વ્હાઈટ સાડી પહેરી હતી, જેના પર રેડ અને ગોલ્ડન બોર્ડર હતી. આ સાડી સાથે તેમણે મેચિંગ રેડ બ્લાઉઝ પહેર્યું હતું. તમન્નાએ પોતાના આ લૂકને મિડલ પાર્ટેડ બનથી કમ્પલિટ કર્યો હતો, જેના પર તેણે ગજરો લગાવ્યો હતો. તમન્નાએ પોતાના લૂકને ખૂબ જ મિનિમલ રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ તમન્નાના લૂકની જ ચર્ચા થઈ રહી છે.

અહીંયા તમારી જાણ માટે કે તમન્ના ભાટિયા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. લાંબા સમયથી તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી હતી. પરંતુ થોડાક સમય પહેલાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે તમન્ના અને વિજયે બ્રેકઅપ કરી લીધું છે. બંનેના બ્રેકઅપના સમાચાર સાંભળીને ફેન્સ દુઃખી થયા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના હાલમાં પોતાની ફિલ્મ ઓડેલા ટુના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 17મી એપ્રિલના રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તમન્ના ફિલ્મ રેડ ટુમાં એક આઈટમ સોન્ગ કરતી જોવા મળશે. 2026માં તમન્ના ફિલ્મ રેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

આપણ વાંચો: બ્રેકઅપ બાદ આ કોનામાં ખોવાઈ Tamannaah Bhatia? વીડિયો થયો વાઈરલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button