મનોરંજન

બોલો, Live Chat વખતે આમિર ખાનને મળી સલાહઃ ‘ડ્રગ્સ લેવાનું બંધ કરો’!

મુંબઈ: બૉલીવૂડના મિસ્ટર ‘પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાન અનેક સમયથી ફિલ્મોથી દૂર રહ્યા પછી હવે તેમની આગામી નવી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાને સેટ પરથી સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ફેન્સ સાથે વાતચીત કરી હતી. જોકે આ લાઈવ સેશનમાં અમુક એવા સવાલો વાંચીને આમિર ખાન પણ નારાજ થઈ ગયા હતા.

અભિનેતા આમિર ખાને તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરી હતી. આ ચેટમાં અનેક લોકોએ આમિર ખાનને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું હતું. આ લાઈવ ચેટમાં આમિર ખાને ફેન્સના સવાલ અને કમેન્ટ્સને મોટેથી વાચી હતી. આ દરમિયાન એકે કહ્યું હતું કે સર તેમને તમારી સ્ટાઈલ બદલવાની જરૂર છે.

એનો જવાબ આપતા આમિર ખાન ચોંકી ગયા હતા. જવાબમાં આમિરે કહ્યું હતું કે મેં જે પહેર્યું છે તે સરસ લાગી રહ્યું છે. મારી સ્ટાઈલ થોડી યુનિક છે, જે લોકોને ગમતી નથી તેમ જ આ લાઈવ ચેટમાં એક વ્યક્તિએ આમિર ખાનને ટ્રોલ કરતાં એક જણે લખ્યું હતું કે “સર મને લાગે છે કે તમે ડ્રગ્સ લો છો તમારે ડ્રગ્સ લેવાનું બંધ કરવું જોઈએ. આમિર ખાનને કમેન્ટથી આંચકો લાગ્યો હતો, ત્યારબાદ આમિર ખાને લખ્યું હતું કે. શું કહી રહ્યો છે યાર?

એક અહેવાલ મુજબ ‘સિતારે ઝમીન પર’ આ ફિલ્મ નાતાલમાં રિલીઝ થશે એ બાબતે આમિર ખાને ખુલાસો કર્યો હતો. આમિર ખાને કહ્યું હતું કે આ ફિલ્મ 2008માં આવેલી મારી ફિલ્મ ‘તારે જમીન પર’થી સાવ જુદી અને વધુ સારી હશે. આ ફિલ્મ દર્શકોને ભરપુર હસાવશે અને મનોરંજન આપશે. આ ફિલ્મ છેલ્લી ફિલ્મની સિકવલ નથી એવું પણ આમિરે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button