મનોરંજન

વિદેશી રેપરે ભારતીય તિરંગો લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો કોણ છે?

કાઠમંડુ: આઝાદી પૂર્વ ક્રાંતિકારીઓ બ્રિટિશ સરકારની ઇમારતો પર તિરંગો લહેરાવવાનું સાહસ કરતા હતા. એટલું જ નહીં, ધરપકડ વહોરીને સજાનો પણ સ્વીકાર કરતા હતા. જોકે, આજે આપણો દેશ આઝાદ છે અને હવે તો દર વર્ષે તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવે છે. પરંતુ ભારતનો તિરંગો અન્ય દેશમાં કોઈ વ્યક્તિ લહેરાવે તો તેને ક્રાંતિકારી પગલું કહી શકાય. જોકે, આવું સાહસ એક પાકિસ્તાની નાગરિકે કર્યું છે ત્યારે જાણીએ કોણ છે એ સાહસિક નાગરિક.

પાકિસ્તાની રેપરે ભારતીય તિરંગો લહેરાવ્યો

આજના સમયમાં દેશ અને દુનિયામાં લોકચાહનાની સાથે રેપરની સંખ્યા વધી રહી છે. ભારતમાં જેમ હનીસિંગ, બાદશાહ જેવા રેપર છે. એવો જ પાકિસ્તાનમાં પણ તલ્હા અંજુમ નામનો એક જાણીતો રેપર, ગીતકાર અને હીપ-હોપ આર્ટિસ્ટ છે. ઉર્દૂ રેપમાં ક્રાંતિ લાવવાનો શ્રેય તેના ફાળે જાય છે. તેના ‘બર્ગર-એ-કરાચી’, ‘મૈલા મજનું’ અને ‘લામ સાઈ ચૌરા’ જેવા ઘણા હિટ ટ્રેક જાણીતા થયા છે. આ રેપરે પોતાના એક કોન્સર્ટ દરમિયાન ક્રાંતિકારી પગલું ભર્યું હતું.

https://twitter.com/raju_innocentev/status/1989932158774128737?s=20

તલ્હા અંજુમનો નેપાળ ખાતે એક લાઇવ કોન્સર્ટ યોજાયો હતો, જેમાં તે ઇન્ડિયન ગલી ગેંગ રેપર નેઝી માટે પોતાનું ડિસ ટ્રેક કૌન તલ્હા પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ઓડિયન્સમાંથી કોઈએ તેના પર ભારતીય તિરંગો ફેંક્યો હતો. તલ્હા અંજુમે તિરંગાને સૌપ્રથમ લહેરાવ્યો હતો અને ત્યાર બાદ ભારતીય તિરંગાને જેમ ભારતના કોઈ ખિલાડી વિજેતાઓ પોતાના ખભા પર વિટાળે તેમ વિટાળી દીધો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો ત્યારે પ્રતિક્રિયા મળી હતી.

વાયરલ વીડિયોને લઈને તલ્હા અંજુમે એક્સ પર લખ્યું હતું કે મારા દિલમાં નફરત માટે કોઈ જગ્યા નથી, જ્યારે મારી કલાને પણ કોઈ સરહદ નથી. જો મેં ભારતનો તિરંગો લહેરાવ્યો અને જો વિવાદિત થાય છે તો થવા દો. હું આવું ફરી પણ કરીશ. મીડિયા, યુદ્ધ ઇચ્છતી સરકારો અને તેમના દુષ્પ્રચારની ચિંતા કરીશ નહીં.

https://twitter.com/talhahanjum/status/1990096851136315758?s=20

તલ્હા અંજુમના આ રિએક્શનનું તેના કેટલાક ફેન્સે સમર્થન કર્યું છે. તો કેટલાક ફેન્સે તેને એક પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. કેટલાક ચાહકોએ તો તલ્હા અંજુમના સમર્થનમાં કહ્યું કે, કળા સરહદથી પાર છે, જ્યારે બીજા એક ફેન્સે કહ્યું કે તે ભારતીય ફેન્સને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, ‘વ્યૂ નથી આવી રહ્યા ભાઈ.’ એક ફેન્સે કમેન્ટ બોક્સમાં લખ્યું કે, ‘દોસ્ત જે કરવું હોય તે કર. કોઈ પણ દેશનો ઝંડો લહેરાવવાથી તું પાકિસ્તાન વિરોધી નહીં બની જાય. અમે તારો સપોર્ટ કરતા રહીશું.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button