મનોરંજન

આયુષ્માન ખુરાનાની પત્નીને ફરી થઈ આ બીમારી, સોશિયલ મીડિયા પર આપી માહિતી

મુંબઈઃ ફિલ્મ નિર્દેશક અને લેખિકા અને અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને લઈને ફરી ચિંતાના સમાચાર આવ્યા છે. તાહિરા ફરીથી કેન્સરની બીમારી સામે લડી રહી છે. સાત વર્ષ બાદ ફરી એકવાર બ્રેસ્ટ કેન્સરે ઉથલો માર્યો છે. ખૂદ તાહિરાએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને આ જાણકારી આપી છે.

તાહિરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી કે સાત વર્ષ બાદ ફરી એકવાર તે બ્રેસ્ટ-કેન્સર સામે ઝઝૂમી રહી છે.

તેણે લખ્યું હતું કે, “સાત વર્ષની મુશ્કેલી અથવા નિયમિત ચેકઅપની શક્તિ, તમે તેને કઈ રીતે જુઓ છો? મારો દ્રષ્ટિકોણ તેમાંથી બીજો છે. અને બધાને ભલામણ કરવા માંગુ છું જેમને નિયમિત મેમોગ્રામ કરાવવાની જરૂર છે. મારા માટે, આ બીજો રાઉન્ડ છે. મને હજુ પણ છે.”

આપણ વાંચો: રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં જોવા મળશે, સેટ પરથી શેર કર્યો વીડિયો

આ પોસ્ટ સાથે તાહિરાએ એક કેપ્શન (વ્હેન લાઈફ ગિવ્સ યુ લેમન, મેક લેમોનેડ) લખ્યું છે. જિંદગી વિશે મહત્ત્વની વાત કરી છે, જેનો મતલબ કે જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે દ્રઢતાથી તેનો સામનો કરો.

લીંબુ તરફ ઈશારો કરતા તાહિરાએ આગળ લખ્યું કે જ્યારે જીવન તમારા પર ખૂબ મહેરબાન હોય ત્યારે ફરીથી તમને લીંબુ આપે છે, તો શાંતિથી તેને તમારા મનપસંદ પીણામાં નિચોવી લો અને તેને સારા અને સકારાત્મક ઈરાદા સાથે પી જાઓ.

કારણ કે એક, તો તે એક આરોગ્યપદ પીણું છે અને બીજું, તમે જાણો છો કે તમે તેને ફરી એકવાર તમારું શ્રેષ્ઠ આપશો. સ્વાભાવિક છે કે તાહિરાએ આ કહેવત દ્વારા સકારાત્મક સંદેશ આપ્યો છે.

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે આયુષ્માન ખુરાનાને સોંપી મોટી જવાબદારી, વીડિયો શેર કર્યો

તમને જણાવી દઈએ કે તાહિરા કશ્યપને 2018માં પહેલીવાર બ્રેસ્ટ કેન્સર થયું હતું. આ પછી તેણે કિમોથેરાપી દ્વારા તેની સારવાર કરાવી હતી. તાહિરા લાંબી સારવાર બાદ સ્વસ્થ થઈ ગઈ હતી.

ગયા મહિને તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સાથે પોતાનો વાળ વગરનો એક ફોટો શેર કર્યો હતો. તેણે તેની સારવાર દરમિયાન કેપ્ચર કરેલી કેટલીક ક્ષણો પણ પોસ્ટ કરી હતી.

સૌથી ચોંકાવનારી વાત જણાવ્યા પછી બોલીવુડના કલાકારોની સાથે પરિવારના સભ્યોએ તેને પ્રોત્સાહન આપ્યું છે. તાહિરા કશ્યપની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button