તડપાઓગે તડપા લોઃ તમે ઝૂમી રહ્યા છો તે ગીતનાં ઓરિજનલ હીરોઈનનો છે આજે જન્મદિવસ

બોલીવૂડના ઘણા ક્લાસિક નંબર્સ છે જેના રિમિક્સ થયા છે, તો ઘણા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને લાખો લોકો તેના પર સ્ટેપ્સ કરે છે અને રીલ્સ પોસ્ટ કરે છે. હાલમાં ભીગી ભીગી રાતોમે ગીત ભારે પોપ્યુલર થયું છે, પરંતુ તેના પહેલા એક ભૂજ જૂનું ગીત સોશિયલ મીડિયા પર ફરી જીવંત થયું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ જમાનાનું આ ગીત લતા મંગેશકરે ફિલ્મ Barkha માટે ગાયું હતું અને આ ફિલ્મ 1959માં આવી હતી. આજે આ ગીત જેમના પર ફિલ્માવાયુ હતું તે હીરોઈનનો 89મો જનમદિવસ છે. આ હીરોઈનનું નામ છે શુભા ખોટે. શુભા ભારતીય સિનેમાજગતનું ઘણું જ જાણીતું નામ છે અને તેમણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે અને આ સાથે જાણીતા ટીવી શૉ ડિરેક્ટ પણ કર્યા છે.

મુંબઈમાં મરાઠી-કોંકણી પરિવારમાં જન્મેલા શોભાનાં પિતા નંદુ ખોટે પણ જાણીતી થિયેટર પર્સનાલિટી હતા જ્યારે તેમનાં નાના ભાઈ વિજુ ખોટે ઘણા સારા અભિનેતા હતા. તો મોગલ એ આઝમના જોધાબાઈ બનેલા દુર્ગા ખોટે તેમના કાકી થાય, આમ પરિવાર કલાને વરેલો હતો. જોકે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા બાદ પહેલો બ્રેક તેને નૂતન અને બલરાજ સહાનીની ઑલ ટાઈમ ક્લાસિક ફિલ્મ સીમામાં મળ્યો હતો. આ બ્રેક તેને એક્ટિંગ કરતા તેની સાઈકલિંગની સ્કીલને લીધે મળ્યો હતો. ફિલ્મમાં સિન છે, જેમાં દુર્ગાએ એક બદમાશનો પીછો સાયકલમાં કરવાનો હોય છે, જેમાં શુભાની સ્કીલનો તમને વરતારો મળશે. આ ફિલ્મમાં તેનું પુતલી તરીકેનું કેરેક્ટર આજે પણ લોકો યાદ કરે છે. ઘરાના, સસુરાલ, દેખ કબીરા રોયા, એક દુજે કે લીયે જેવી કેટલીય ફિલ્મોમાં તેમનો મહત્વનો રોલ રહ્યો છે. તેમને ફિલ્મફેર માટે નોમિનેટ પણ કરવામાં આવ્યા હતા.
શુભાના લગ્ન મોટી કોપોર્રેટ કંપનીના વાઈસ મેનેજર સાથે થયા હતા. તેમની દીકરી ભાવના બલસાવર પણ ટીવી ક્ષેત્રે એક્ટિવ રહી છે. શુભાએ માત્ર એક્ટિંગ નહીં પણ પ્લે અને ટીવી સિરિયલ ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. તેમના ડિરેક્શનમાં બનેલી ટીવી સિરિયલ જબાન સંભાલકે દર્શકોને હજુ યાદ છે.

થોડા સમય પહેલા શુભા ઈલેક્શન સમયે મત આપવા આવ્યા હતા ત્યારે જાહેરમાં દેખાયા હતા. જોકે તેમના ગીત તડપાઓગે તડપા લો ખૂબ જ ફેમસ થયું છે. યુવાનો સહિત સેલિબ્રિટીએ પણ રીલ્સ બનાવી છે.
આ પણ વાંચો…અશનૂર કૌરનો ચોંકાવનારો અનુભવ: ત્રણ દિવસ ભૂખી રહી અને સેટ પર બેભાન થઈ ગઈ!