54 વર્ષની ઉંમરે એક્ટ્રેસનો મોર્ડન લુક જોઈને જયા બચ્ચને ઊભા થઈને પાડી તાળીઓ…

બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ 54 વર્ષેય કુંવારી છે, પરંતુ તેની અદાઓ જોઈને આજે પણ ફેન્સ કાયલ થઈ જાય છે. હાલમાં જ યોજાયેલા એક ફેશન શો સમયે પણ એવું જ કંઈક થયું હતું. આ ફેશન શોમાં તબ્બુના લૂકને જોઈને હાજર તમામ લોકો પોતાની જાતને તાળીઓ પાડતાં રોકી શક્યા નહોતા.
હાલમાં જ સોશિયલ મીડા પર આ ઈવેન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પહેલી હરોળમાં બેઠેલાં જયા બચ્ચને તબ્બુને જોતાં જ ઊભા થઈને જોરજોરથી તાળીઓ પાડી હતી. આ જોઈને તબ્બુએ આપેલું રિએક્શન પણ એટલું જ ક્યુટ હતું. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…
આપણ વાચો: અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…
તબ્બુએ જાણીતા ફેશન ડિઝાઈનર અબ્બુ જાની સંદીપ ખોસલાના ફેશન શોમાં પોતાની અદાઓથી જાદુ ચલાવ્યો હતો. તબ્બુનો આઉટફિટ એકદમ સ્ટનિંગ અને રોયલ હતો કે જેને જોઈને લોકો પોતાની નજર તેના પરથી હટાવી શક્યા નહોતા.
તબ્બુના રેમ્પ વોકની સ્ટાઈલ અને લોકો સાથે આઈ કોન્ટેક્ટ બનાવીને કોન્ફિડન્સથી લોકોને દિવાના બનાવ્યા હતા. આ સમયે તેમણે ડિઝાઈનરનો હાથ પકડીને સ્ટેજ પર પોઝ આપ્યો હતો.
તબ્બુ બોરિં અને હેવી આઉટફિટ્સ પહેરવાનું ટાળે ઠછે અને આ સમયે પણે તેણે લહેંગા અને સાડીને બદલે બ્લેક કલરનો ટ્યૂનિક પહેર્યો હતો. એક્ટ્રેસનો આઉટફિટ પ્લેન હતો, પરંતુ તેની નેકલાઈન ખૂબ જ ખૂબ જ ખાસ હતી. તબ્બુએ આ આઉટફિટ સાથે આર્કિટેક્ચરલ કોટ પહેર્યો હતો, જે અબ્બુના નવા કલેક્શનમાંથી એક છે. આ આઉટફિટ એટલો દમદાર હતો કે તેની સાથે તબ્બુએ જ્વેલરી પહેરવાની પણ જરૂર રહી નહોતી..
આપણ વાચો: અજય દેવગણ અને તબ્બુની હિટ ફિલ્મની સિક્વલની રિલીઝની ડેટ જાહેર
જો તમે પણ આ વેડિંગ સિઝનમાં સાડી, ગાઉન અને ચણિયાચોળીને બદલે કંઈક યુનિક ટ્રાય કરવા માંગો છો કો તબ્બુના આ લૂક પરથી ઈન્સપરેશન લઈ શકો છે. દરેક એજ ગ્રુપની મહિલાઓ પર આ આઉટફિટ પરફેક્ટ સૂટ થાય છે. લગ્ન સિવાય પાર્ટીઝ માટે પણ એકદમ પરફેક્ટ છે.
સોશિયલ મીડિયા પર આ શોનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બોલીવૂડના દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન પહેલી હરોળમાં બેઠાં હોય છે. જયા બચ્ચન તબ્બુને જોઈને જોર જોરથી તાળીઓ પાડતાં જોવા મળી રહ્યા છે. જયા બચ્ચન અને હાજર તમામ લોકોને તાળીઓ પાડતા જોઈને તબ્બુ પણ એકદમ ખુશ-ખુશહાલ થઈ જાય છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો.



