મનોરંજન

હે મા-માતાજી, બંધ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આસિતકુમાર મોદીએ શું કહ્યું?

ટેલિવિઝનના લોકપ્રિય કોમેડી પારિવારિક ટીવી સિરીયલની વાત થઈ રહી હોય તો તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ સૌથી પહેલાં ટોપ પર આવે. દાયકાઓથી આ સિરીયલ દરેક વર્ગના દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોને લઈને દર થોડાક સમયે જાત જાતની વાતો અને અફવાઓ સામે આવતી રહે છે આ બધા વચ્ચે આ શો બંધ થવા જઈ રહ્યો છે એવા રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે. આ બધા પર શોના મેકર્સ આસિતકુમાર મોદીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

હાલમાં જ એક કાર્યક્રમમાં આસિતકુમાર મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરી હતી. દાયકાઓથી દર્શકોનું અવિરતપણ મનોરંજન કરી રહેલી આ ટીવી સિરીયલમાં અનેક કલાકારો જોડાયા અને અનેક કલાકારો સાથ છોડીને જતા પણ રહ્યા. આસિતકુમાર મોદીએ આ કાર્યક્રમમાં ટીવી, ટેક્નોલોજી અને ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરી હતી. એટલું જ નહીં તેમણે આ શો બંધ થવાના રિપોર્ટ્સ વિશે પણ ખુલાસો કર્યો હતો.

આસિતકુમાર મોદીએ ટીવી અને ઓટીટી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ટેક્નોલોજીથી ઘણો ફરક પડે છે. લોકો કહે છે કે આજના ઓટીટી પ્લેટફોર્મના જમાનામાં ટીવી ઓછું જોવાય છે. પરંતુ મારું માનવું છે કે જો તમે સારું કન્ટેન્ટ આપશો તો દર્શકો ચોક્કસ આવશે. ટીવી પરિવારને એક કરવાનું કામ કરે છે. ટીવીનું સ્થાન લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને રહેશે.

ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે દરેક પ્લેટફોર્મ પર સારું કન્ટેન્ટ મળી રહ્યું છે પછી તે ઓટીટી પ્લેટફોર્મ હોય કે સોશિયલ મીડિયા કે ટીવી ચેનલ્સ… જો તમને શો કે કન્ટેન્ટ પસંદ ના હોય તો તમે ચેનલ ચેન્જ કરી શકો છો.

ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બંધ થશે કે કે કેમ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દાયકાઓથી આ શો ખૂબ જ પસંદ છે અને જ્યાં સુધી આ શક્ય હશે ત્યાં સુધી અમે આવું કરતાં રહેશો. આ શો લોકોના ચહેરાં પર સ્માઈલ લાવવું કામ કરે છે. આ એક શો નહીં પણ બ્રાન્ડ છે, જેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. 2008માં આ શો ઓન એર થયો હતો અને 2025માં પણ આ શો ચાલી રહ્યો છે. દર્શકોનું મનોરંજ કરી રહેલી ટીવી સિરીયલ હાલ તો બંધ નહીં થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહી છે અને દરેક વર્ગના લોકોને આ ટીવી સિરીયલ ખૂબ જ પસંદ છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોનું એક અલગ કનેક્શન છે.

આ પણ વાંચો…તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આઈડિયા આસિત મોદીએ લોકોને સંભળાવ્યો ત્યારે લોકો હસવામાં કાઢ્યો હતો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button