હવે TMKOC ફેનને ફરી સાંભળવા મળશે, અજી સુનતે હો ટપ્પુ કે પાપા? દયાબેનની એન્ટ્રી પર થયો ખુલાસો…

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટી ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે અને દાયકાઓથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લાંબા સમયથી દર્શકો આ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. હવે ફરી એક વખત દયાબેનના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
જોકે, વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે શોમાં નવા દયાબેનની એન્ટ્રી થવા જઈ રહી છે અને હવે આ જ શોમાં સોનુનો રોલ પ્લે કરી ચૂકેલી નિધિ ભાનુશાલીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે દયાબેનની એન્ટ્રીને લઈને. આવો જોઈએ શું કહ્યું છે નિધિએ…
આપણ વાંચો: TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…
એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં નિધી ભાનુશાલીને પૂછવામાં આવ્યું કે શું તે દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા માંગે છે, જેના જવાબમાં નિધિએ જણાવ્યું હતું કે આ વાતનો નિર્ણય તો માત્રને માત્ર દિશા જ કરી શકે અને તેઓ જે પણ નિર્ણય લે દર્શકોએ તેમના નિર્ણયનો આદર કરવો જોઈએ.
નિધિએ આગળ જણાવ્યું કે મને સાચે લાગે છે કે આપણામાંથી કોઈ કઈ રીતે આ વાતનો નિર્ણય લઈ શકે? આ એમની લાઈફ છે, તેમની જર્ની છે અને તેમને જ એ નક્કી કરવાનો હક છે કે તેઓ શું કરવા માંગે છે.
નિધિએ આગળ એવું પણ જણાવ્યું હતું કે દર્શક તરીકે તો આપણે બધા ઈચ્છીએ કે તેઓ કમબેક કરે. પણ આપણે તેમના નિર્ણયનો રિસ્પેક્ટ કરવો પડશે. તેમણે પોતાની હાજરીથી હંમેશા લોકોને હસાવ્યા છે.
આપણ વાંચો: TMKOCના ફેન્સ માટે આવ્યા ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ શોમાં જોવા મળશે આ મજેદાર પાત્ર…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં નિધી અને દિશાએ એક સાથે કામ કર્યું છે અને નિધિએ દિશા સાથેના કામ કરવાના અનુભવને લઈને કહ્યું હતું કે જો હું તેમને કહું ને કે મને તમારી એક કિડની કાઢીને આપી દો તો તેઓ આપી દેશે.
એટલા સારા વ્યક્તિ છે તેઓ. વાત કરીએ નિધિની તો તેણે ઝીલ મહેતાના શો છોડ્યો બાદ સોનુનો રોલ પ્લે કર્યો હતો. 2012થી 2019 સુધી તેણે આ રોલ કર્યો હતો અને ત્યાર બાદ પલક સિધવાનીએ ફરી સોનુનો રોલ પ્લે કર્યો હતો.
શોમાં દયાબેનની ગેરહાજરી દર્શકોને ખૂબ જ કઠી રહી છે અને એટલે જ થોડાક સમય પહેલાં એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મેકર્સ શોમાં દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, હજી સુધી દયાબેનની એન્ટ્રીની લઈને કોઈ નક્કર માહિતી મળી શકી નથી.