Taarak Mehta Ka Ooltah Chashma ફેમ આ કેરેક્ટર છે ચાર દિવસથી Missing…

ટીવી સિરીયલ Taarak Mehta Ka Ooltah Chashmaમાં રોશનસિંહ સોઢીનું કેરેક્ટર નિભાવીને દર્શકોના દિલ પર રાજ કરનાર એક્ટર ગુરુચરણ સિંહને લઈને એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગુરુચરણ સિંહ મિસિંગ છે અને તેમના પિતાએ પોલીસમાં દીકરાની ગૂમ થવાની ફરિયાદ નોંધાવી છે. જોકે, ફેમિલી દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
સોઢીના રોલમાં ગુરુચરણ સિંહને ઘર-ઘરમાં ઓળખ મળી અને તેણે વર્ષો સુધી શોમાં એક્ટિંગ કરીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે અને હવે એક ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર ગુરુચરણસિંહ મિસિંગ છે. 2020માં તેણે આ શો છોડી દીધો હતો અને દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. શો છોડ્યા બાદ ગુરુચરણસિંહ પાસે કંઈ જ કામ નહોતું અને તે એક નોર્મલ લાઈફ જીવી રહ્યો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે 22મી એપ્રિલથી ગુરુચરણસિંહ દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યો હતો અને તેણે પોતાની એક એક્ટ્રેસ મિત્રને પણ આ વાતની જાણ કરી હતી અને એ મિત્ર તેને રિસીવ કરવા એરપોર્ટ પણ પહોચી હતી પણ ગુરુચરણસિંહ મુંબઈ પહોંચ્યો જ નહીં. એક્ટ્રેસે લાંબો સમય સુધી રાહ જોઈ અને ઘરે જતી રહી હતી.
ગુરુચરણસિંહની આ મિત્રએ ઘરે આવીને એને ફોન કર્યો પણ તેનો ફોન લાગ્યો નહીં અને તેણે ગુરુચરણના પરિવારને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો હતો. એક્ટરનો પરિવાર ગુરુચરણસિંહના ગૂમ થવાની આઘાતમાં છે.
પોલીસમાં તેમણે આની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, હજી સુધી એક્ટર ક્યાં છે અને કઈ હાલતમાં છે એની કોઈ માહિતી મળી શકી નહોતી. પોલીસે તપાસ હાથ ધરી છે.