‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક ક્યારે થશે? પ્રોડ્યુસર આસિત મોદીએ ખુદ કર્યો મોટો ખુલાસો…

ટેલિવિઝનનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી આ શો દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યો છે. અબાલવૃદ્ધોથી લઈને સૌ કોઈ આ શોનો ફેન છે. શોના દરેક કેરેક્ટરની એક આગવી ખાસિયત છે, પણ આ તમામ પાત્રોમાં દયાબેનની લોકપ્રિયતા એકદમ અલગ જ છે.
પરંતુ છેલ્લાં કેટલાક સમયથી દયાબેન આ શોથી દૂર છે અને દર્શકો આતુરતાપૂર્વક શો પર તેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ ખુદ આ વિશે ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ શું કહ્યું આસિતકુમાર મોદીએ…
આસિતકુમાર મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીના કમબેક વિશે ખુલાસો કર્યો છે. આસિતરકુમાર મોદીએ જણાવ્યું હતું કે દયાબેનના પાત્રએ દર્શકોના દિલો દિમાગ પર એક અલગ છાપ છોડી છે. આજે પણ દર્શકોના મનમાં દયાબેનનું પાત્ર જીવંત છે. યોગ્ય સમયે શોમાં દયાબેનનું કમબેક થશે અને જોરદાર એક્સાઈટમેન્ટ સાથે તેઓ શોમાં એન્ટ્રી લેશે.
જોકે, જોવા જેવી અને વિચારવા જેવી વાત તો એ છે કે આસિતકુમાર મોદી શોમાં દિશા વાકાણીની જ દયા તરીકે લાવશે કે કોઈ બીજી એક્ટ્રેસની દયાબેન તરીકે એન્ટ્રી કરાવશે એ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. ટૂંકમાં દયાબેનની એન્ટ્રીને લઈને હર હંમેશ જેવું જ સસ્પેન્સ જળવાઈ રહ્યું છે.
વાત કરીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલની તો આ શો 2008માં શરૂ થયો હતો અને ત્યારથી 18 વર્ષથી અવિરતપણે આ શો ચાલી રહ્યો છે. શોના 4000થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. ટીવીના ઈતિહાસમાં આ કદાચ લાંબા સમયથી ચાલી આવેલી ટીવી સિરીયલ છે.
દિશા વાકાણીની વાત કરીએ તો દિશા વાકાણી 10 વર્ષ સુધી આ સમય શોનો હિસ્સો હતો, પરંતુ બાદમાં વ્યક્તિગત કારણોસર તેમણે આ શો છોડી દીધો હતો. હવે આઠ વર્ષ બાદ તેમના શોમાં દયાબેનનું કેરેક્ટર શોમાં પાછું ફરશે એ જાણીને ફેન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ ટપ્પુ પાછો ફરશે? અભિનેતાએ આપ્યું મોટું નિવેદન…



