Happy Birthday: આ કારણે અભિનેત્રીને બધા મેગી કહીને બોલાવતા હતા
માતા-પિતા કે પરિવારના લોકો પોતાના સંતાનોને હુલામણા નામથી બોલાવતા હોય છે. ઘણીવાર આ નામનો કોઈ અર્થ નથી હોતો જ્યારે ઘણીવાર એ નામ પચાળ ખાસ કોઈ કારણ કે ઘટના જોડાયેલી હોય છે. આજની બર્થ ડે સેલિબ્રિટીનું નામ મેગી છે. હવે તમને એમ લાગતું હોય કે તે મેગી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે કોઈ સંબંધ ધરાવે છે અથવા તો તેને મેગી ખૂબ ભાવતી એટલે તેનું નામ આવું રાખવામાં આવ્યું છે તો તમે ખોટા છો. આ અભિનેત્રીનું પેટ નેમ તેના વાળને લીધે પડ્યું છે. ગૂંચવાયેલી મેગી જેવા તેના વાળ તેની આગવી ઓળખ છે અને તેનાં પેટનેમનું કારણ પણ. આ અભિનેત્રી છે આજની બર્થ ડે સેલિબ્રિટી તાપસી પન્નુ. હવે તમને સમજાઈ ગયું હશે કે તેનાં ઘુમરાળા વાળને કારણે તેને બધા મેગી કહીને બોલાવાતા.
આજે તાપસીનો 38મો જન્મદિવસ છે. તાપસીએ તમિલ, તેલુગુ અને હિન્દી સિનેમામાં પોતાની અભિનય ક્ષમતા બતાવી છે.
અભ્યાસમાં ખૂબ હોશિયાર તાપસી એન્જિનિયર છે, પણ પહેલા મોડેલિંગ અને પછી એક્ટિંગમાં તેણે પોતાનું નસીબ અજમાવ્યું ને તે સફળ થઈ.
2008માં, તાપસીએ ચેનલ વીના ટેલેન્ટ હન્ટ શો ગેટ ગોર્જિયસ માટે ઓડિશન આપ્યું અને તેમાં પસંદગી પામી. તાપસીએ આ વર્ષે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેણે 2 વર્ષ સુધી મોડલિંગ કર્યું અને આ દરમિયાન રિલાયન્સ ટ્રેન્ડ્સ, રેડ એફએમ, કોકા-કોલા, મોટોરોલા, પેન્ટાલૂન જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ માટે કામ કર્યું.
તાપસીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. હિન્દી પહેલા તેણે તેલુગુ, તમિલ અને મલયાલમ ત્રણેય ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. 2010માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ઝુમ્મંડી નાદમ તેની ડેબ્યુ ફિલ્મ હતી. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા તાપસીએ લગભગ 10-11 સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું. તાપસીએ 2013માં ફિલ્મ ચશ્મેબદ્દૂરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે અક્ષય કુમારની બેબીમાં તેનો રોલ ઘણો વખાણાયો અને તેને બોલીવૂડમાં સારા રોલ ઓફર થયા.
તાપસીએ કોરોના સમયે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં બેટમિંટન ચેમ્પિયન અને દેશના નેશનલ ટીમના કૉચ મેથ્યુસ બૉ સાથે લગ્ન કર્યા છે. 43 વર્ષીય મેથિયાસ બો ડેનિશના ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે, જેણે યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે પોતાની ટીમ માટે સિલ્વર મેડલ પણ જીત્યો છે.
તાપસી પોતાની પર્સનલ લાઈફ વધારે શેર કરતી નથી, પણ એક પોડકાસ્ટમાં તેણે જણાવ્યું હતું કે બન્ને એકબીજાને દસ વર્ષ ડેટ કર્યા બાદ લગ્નબંધનમાં બંધાયા છે.
સાક્ષી આવતા અઠવાડિયે તેની હસીન દિલરૂબાની સિક્વન્સ ફફીર આઈ હસિન દિલરૂબામાં જોવા મળશે. થપ્પડ, સુરમા, ડંકી, બદલા જેવી ફિલ્મોની જેમ તેની આ ફિલ્મ પણ સફળ નીવડે તેવી તેના જન્મદિવસે શુભકામના.