મનોરંજન

ખુલ્લેઆમ અભિપ્રાય આપવાનું સ્વરા ભાસ્કરને થયું નુક્સાન, પતિએ કહી દીધું કે…..

‘રાંઝના’, ‘નિલ બટ્ટે સન્નાટા’ અને ‘અનારકલી ઑફ આરા’ જેવી ફિલ્મોમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘તનુ વેડ્સ મનુ’ સીરિઝમાં પણ તેનું કામ લોકોને પસંદ આવ્યું હતું. પરંતુ મજબૂત અભિનય પ્રતિભા હોવા છતાં, સ્વરા તાજેતરના સમયમાં બહુ ઓછા મુખ્ય પ્રવાહના પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. 

ફિલ્મો સિવાય રાજનીતિ અને સમાજ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી સ્વરાએ જણાવ્યું હતું કે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાને કારણે તેને કામ નથી મળી રહ્યું. સ્વરાએ કહ્યું હતું કે તેના અનુભવે તેને કહ્યું છે કે હવે તેણે ચૂપ રહેવું જોઈએ અને બસ પોતાનું કામ કરવું જોઈએ. 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા સ્વરાએ કહ્યું હતું કે, ‘મને એક વિવાદાસ્પદ એક્ટર તરીકે ટેગ કરવામાં આવી છે. નિર્દેશક, નિર્માતા અને વિતરકો જ્યારે તમારા વિશે ખરાબ બોલવા લાગે છે, ત્યારે તમારી એક ઇમેજ બની જાય છે. જોકે, મને કોઇ પ્રોબ્લેમ નથી. હું કોઇ રીતે બોલિવૂડમાં ટકી રહી છું, પણ મને એક વાતનું બહુ જ ખરાબ લાગે છએ કે મને જે કામ સૌથી વધુ ગમે છે તે છે. એક્ટિંગ. મને (આ કામ) અભિનય કરવા નથી મળતો.

આ પણ વાંચો: Bakrid 2024 : વિના વાતે કૂદી પડવું સ્વરા ભાસ્કરને ભારે પડ્યું, નેટીઝન્સએ લીધી આડે હાથ

સ્વરાએ આગળ કહ્યું કે, ‘તમે કહી શકો છો કે ‘તમને યુદ્ધમાં ગોળી મારી દેવામાં આવશે તો તમે ખાઇ લેશો.’ પરંતુ જ્યારે તમે વાસ્તવમાં ગોળી ખાઓ છો, ત્યારે તે દુખે છે. એવી જ રીતે મારા અભિપ્રાયોથી મને નુકસાન થયું છે. મારી પુત્રી રાબિયાના જન્મ પહેલા અભિનય મારો સૌથી મોટો શોખ અને સૌથી મોટો પ્રેમ હતો. મને અભિનય કરવો ખૂબ જ પસંદ હતો. મારે ઘણા રોલ અને પ્રોજેક્ટ કરવાના હતા, પણ મને જોઈએ તેટલી તકો નહીં મળી. સ્વરાએ એમ પણ કહ્યું કે વધારે કામ ન મળવાની ભાવનાત્મક અને આર્થિક કિંમત ચૂકવવી પડે છે. તમને તમારી પ્રતિષ્ઠાની ચિંતા થવા લાગે છે.

‘ સ્વરાએ કહ્યું કે તે પીડિતાનું કાર્ડ રમવા માંગતી નથી, કારણ કે તેણે પોતાની ઇચ્છાથી પોતાનો અભિપ્રાય બિન્દાસ વ્યક્ત કરવાનો રસ્તો પસંદ કર્યો હતો. તેણે કહ્યું કે જો તે ઈચ્છતે તો તે ચૂપ રહી શકી હોત મને ‘પદ્માવત’ના જૌહર સીનને લઈને ખુલ્લો પત્ર લખવાની જરૂર ન હતી. તેણે એમ પણ કહ્યું હતું કે , ‘તમે મને ઘણી ફરિયાદો કરી શકો છો. તમે મને પસંદ અથવા નાપસંદ કરી શકો છો, પણ એક વાત તો ચોક્કસ છએ કે જેઓ મને નફરત કરે છે તેઓ પણ એમ તો નહીં જ કહી શકે કે હું ખોટી કે ફેક છું.

આ પણ વાંચો: કંગના સત્તાધારી પક્ષ માટે અવાજ ઉઠાવે છે અને હું….. સ્વરા ભાસ્કર અનકટ

સ્વરાએ જણાવ્યું કે તેની પાછલી ફિલ્મ ‘જહાં ચાર યાર’ના સ્ક્રિનિંગ બાદ તેના પતિ ફહાદ અહેમદે તેને કહ્યું હતું કે તેણે પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું બંધ કરી દેવું જોઈએ જેથી તેને એક અભિનેતા તરીકે સારી ફિલ્મો મળે. સ્વરાએ આગળ કહ્યું, ‘તે ફિલ્મ બહુ સારી ન ચાલી, પરંતુ મેં તેમાં ખૂબ જ મહેનત કરી કારણ કે તે પાત્ર કોઈ પણ રીતે મારા જેવું નહોતું. સ્ક્રીનિંગ પછી તે (ફહાદ) મારી પાસે આવ્યા અને કહ્યું – ‘તમે ખરેખર બહુ મોટું કુરબાની આપી છે એ તો સ્વીકારવું જ પડશે. તું ઘણી સારી અભિનેત્રી છે, તારે બીજે ક્યાંક કામ કરવું જોઈતું હતું. હવે તમે ચૂપ રહો અને ફિલ્મો કરો.

સ્વરાએ જણાવ્યું કે જ્યારે તેના પતિએ તેને આ વાત કહી તો તેને લાગ્યું કે તેનો પતિ ખરેખર તેને સમજે છે. તેને ઘણું સારું લાગ્યું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…