કાસ્ટિંગ કાઉચનો શિકાર થયેલી સુરવીન ચાવલા: તેણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હિરોઈનના ઝીરો ફિગરને ખૂબ મહત્વ આપવામાં આવે છે, પણ દક્ષિણની ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનનું ભરાવદાર બોડી પ્લસ પોઇન્ટ ગણાય છે, પરંતુ કડવો અનુભવ અભિનેત્રી સુરવીન ચાવલાને થયો હતો.

ક્રિમિનલ જસ્ટિસ 4માં જોવા મળેલી સુરવીન ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. હોટ સ્ટોરીઝ 2માં તેના બોલ્ડ સીન્સ લોકો આજે પણ યાદ કરે છે. એક પોડકાસ્ટમાં સુરવીને જણાવ્યું હતું કે કેવી રીતે તેને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટીમાં રિજેક્ટ કરવામાં આવી, કેમ કે તે પાતળી હતી, પરંતુ એ બાબત એના માટે અનલકી હતી.
હોટરફ્લાઇ પોડકાસ્ટમાં વાત કરતા તેણે કહ્યું કે મને કહેવામાં આવ્યું કે તું બહુ દુબળી-પાતળી છો. બોડી અંગે ઘણી અભદ્ર ટિપ્પ્ણી કરી હતી. હવે થોડું સારી રીતે થાય છે. પહેલા એટલું સોફિસ્ટિકેટેડ નહોતું. તેણે આગળ જણાવ્યું કે મારા મોંઢા પર મને આવું કહેનારને મેં પણ સામે જવાબ આપ્યો હતો. તેણે ઉમેર્યું કે તમે સાઉથ જાઓ તો તમારે વજન વધારવું પડે અને બોલીવુડમાં આવો તો પાછું વજન ઘટાડવું પડે.

સુરવીને કાસ્ટિંગ કાઉચ વિશે પણ ખુલીને વાત કરી. સુરવીને જણાવ્યું કે તેને આનો અનુભવ લગ્ન પછી થયો હતો. હું પરણેલી હતી. ફિલ્મ માટે વાત કરવા ડાયરેક્ટર પાસે ગઈ હતી. તે મારા ઘર અને પતિ વિશે વાત કરતો રહ્યો. બહાર મુકવા આવ્યો તો ચહેરા સામે એકદમ નજીક કિસ કરવા આવી ગયો. સુરવીને જણાવ્યું કે મારે એ માણસને ધક્કો મારીને દૂર કરવો પડ્યો અને તેને ફટકાર્યો પણ ખરો.
આપણ વાંચો : આ સુંદરીઓ છે બોલીવુડની ‘બિકિની બેબ્સ’: કર્વી ફિગરથી તેમણે ચાહકોના દિલ જીત્યા