TV Actress Surbhi Jyoti એ બર્થ-ડેનું સેલિબ્રેશન આ રીતે કર્યું કે…સોશિયલ મીડિયા પર ધમાલ

મુંબઈ: બર્થ-ડેનું સેલિબ્રેશન કંઇક અલગ રીતે કરવાનો નવો ટ્રેન્ડ ચાલ્યો છે અને કોઇ ક્રૂઝ પર તો કોઇ યૉટ પર અને કોઇ લોકો તો પર્સનલ ચાર્ટર્ડ પ્લેનમાં પણ પોતાનો બર્થ-ડે મનાવતા હોય છે. જોકે ટીવી જગતની જાણીતી અભિનેત્રીએ તો બર્થ-ડેની ઉજવણીની કંઇક અજબ ગજબ ઉજવણી કરી છે અને તેની ચર્ચા ઇન્ટરનેટ પર ચારેબાજુ થઇ રહી છે.
ટીવી જગતની જાણીતી અભિનેત્રી સુરભી જ્યોતિ (TV Actress Surbhi Jyoti)એ હાલમાં જ પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો અને તેની ઉજવણીની તસવીરો પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
જોકે તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરો ગણતરીની મિનિટમાં વાયરલ થઇ ગઇ હતી. આ તસવીરો ફક્ત વાયરલ જ નહોતી થઇ, પરંતુ તેને લઇને લાંબી ચર્ચા પર શરૂ થઇ ગઇ હતી. આ તસવીરોના કારણે ટીવી જગતની ટોચની અભિનેત્રીઓની હરોળમાં આવતી સુરભીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.




આ તસવીરોમાં સુરભી ફુગ્ગાઓ અને અન્ય શણગારોથી સજાવેલા એક બેડ પર પોતાના ત્રણ મિત્ર સાથે બેઠેલી દેખાય છે અને બેડ પર તેની બર્થ-ડે કેક પણ રાખેલી છે. બેડ પર ફૂલોથી હેપ્પી બર્થ-ડે સુરભી લખેલું પણ તસીવીરમાં દેખાય છે.
આ પણ વાંચો : વધુ એક Celebrityના ઘરે આ વર્ષે રેલાશે શરણાઈના સૂર…
જ્યારે અન્ય તસવીરોમાં તે મિત્રો સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળે છે. તસવીરોમાં સુરભીએ ઓરેન્જ કલરની બીકિની પહેરેલી અને તેની સાથે અત્યંત હળવો મેક-અપ પણ કરેલા લૂકમાં દેખાય છે.
ઘણા ચાહકોએ સુરભીને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તો બીજી બાજુ અનેક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે લખ્યું કે ત્રણ ત્રણ પુરુષો સાથે કેમ ફરી રહી છે એક સાથે લગ્ન કરી લે. તો એક યુઝરે લખ્યું કે તે લગ્ન કર્યા છે કે નહીં? આ રીતે સુરભીના ચાહકો તેમ જ તેને ટ્રોલ કરનારાઓ વચ્ચે પણ કોમેન્ટ સેક્શનમાં જંગ ચાલુ થઇ ગઇ હતી.