Bigg Bossમાં ભાગ લેવા આ સુપર સ્ટારને ઓફર કરવામાં આવ્યા હતા 294 કરોડ રૂપિયા પણ…

બોલીવૂડના કાકા તરીકે ઓળખાતા, કરોડો યુવતીઓના દિલની ધડકન સમાન દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના (Rajesh Khanna)એ જે સ્ટારડમ જોયું છે એ ભાગ્યે જ કોઈ સ્ટારના નસીબે જોવાનું આવ્યું હશે. જોકે, એમનો સૂરજ જેટલો બુલંદી સાથે ઉપર ચઢ્યો હતો, એટલો જ એનો અસ્ત દુઃખદાયી હતો. રાજેશ ખન્નાને રિપ્લેસ કરીને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સુપર સ્ટાર બની ગયા.
કાકા પછી બિગ બી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એંગ્રી યંગમેન બન્યા. ફિલ્મી કરિયરને ડૂબતું જોઈને તેને સંભાળવા માટે રોમેન્ટિક રાજેશ ખન્નાએ એક્શન ફિલ્મોનો સહારો પણ લીધો, પરંતુ તેમાં પણ ખાસ કંઈ સફળતા મળી નહીં. હવે આ કાકાને લઈને જ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ચાલો જોઈએ શું છે આ ચોંકાવનારો ખુલાસો-
2012માં છપાયેલા એક આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજેશ ખન્નાને સલમાન ખાન (Salman Khan)ના રિયાલિટી ટીવી શો બિગ બોસ (Bigg Boss)ની ઓફર આપવામાં આવી હતી. મેકર્સ કાકાને શો પર બોલાવવા માંગતા હતા અને એ માટે મીટિંગ કરવા બોલાવ્યા હતા. પરંતુ રાજેશ ખન્નાએ જ્યારે ઓફર સાંભળી તો તેમણે તરત જ ના પાડી દીધી અને કહ્યું રાજેશ ખન્ના આવા કોઈ શોમાં કામ નહીં કરે. મેકર્સે એમને મનાવવાના પુષ્કળ પ્રયાસો કર્યા.

કથિત રીતે આ શોમાં કાકાને પર એપિસોડ 3.5 કરોડ રૂપિયાની ફી ઓફર કરવામાં આવી હતી અને એ સિઝનમાં 85 એપિસોડ હતા એટલે કાકાને એક શો માટે 294 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ કાકાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી.
આ પણ વાંચો : પાપારાઝી બોડીને કર્વી બતાવવા કરે છે સખત મહેનતઃ બિગ બોસ ફેમ અભિનેત્રીએ કર્યો ધડાકો
જોકે, થોડાક દિવસ બાદ કાકાએ મેકર્સને કહ્યું કે તે આ શો કરવા તૈયાર છે, પણ ત્યાં સુધી મેકર્સનું મન બદલાઈ ગયું હતું અને કાકા બિગ બોસમાં જોવા મળ્યા નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કાકાના રાઈવલ બિગ બી 2009માં બિગ બોસની ત્રીજી સિઝન હોસ્ટ કરી હતી. જોકે, 2010થી શોની કમાન સલમાન ખાનને સોંપવામાં આવી હતી અને ત્યારથી તે જ આ શો હોસ્ટ કરે છે