Super Mom Alia Bhatt બનશે હવે Super Agent? જોઈ લો શું છે હકીકત….

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Bollywood Actress Alia Bhatt)એહાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને એક્ટ્રેસની આ ફિલ્મ યશરજ ફિલ્મના સ્પાય યુનિવર્સ હેઠળ બની રહી છે. સેટ પરથી આલિયા ભટ્ટનો એક ફોટો વાઈરલ થયો છે, જેમાં તે કેઝ્યુઅલ લૂકમાં જોવા મલી રહી છે.
આ પણ વાંચો: એક જ ઘરમાં હોવા છતાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દરરોજ રાત્રે કેમ લડે છે?
પણ એવા દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ એક્ટ્રેસના ફિલ્મના લૂકનો ફોટો નથી, કારણ કે આ ફોટો એ સમયનો છે જ્યારે આલિયા સેટ પર પહોંચી રહી હતી. એટલું ટ જ નહીં પણ સેટથી ફિલ્મ સંબંધિત એક પણ ફોટો લિક ના થાય એ માટેની તૈયારી પણ મેકર્સે રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ આલ્ફા બોલીવૂડમાં એક ખાસ માઈલસ્ટોન એડ કરવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી ફિમેલ લીડ વાયઆરએફ સ્પાય યુનિવર્સ ફિલ્મ સાબિત થશે. આલિયા આ ફિલ્મમાં સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં સુપર એજન્ટના રોલમાં જોવા મળશે અને આ માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટે 9 વર્ષ પહેલા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોત પણ…..
સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો વાઈરલ થઈ રહેલા ફોટોમાં તે બલ્યુ અને સફેદ રંગની ડ્રેસમાં જોવા મળી રહી છે. વાત કરીએ આલિયા ભટ્ટની તો છેલ્લાં કેટલાય સમયથી આલિયા ફિલ્મોથી દૂર હતી અને હવે તે ફરી વર્ક મોડમાં જોવા મળી છે. આલિયા ફિલ્મોથી દૂર હતી તેમ છતાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને ફેન્સ સાથે પોતાના ડે ટુ ડે લાઈફની ડિટેઈલ્સ શેર કરતી રહેતી હતી. દીકરા રાહા કપૂર સાથેના તેના ફોટો અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ પણ આવતા હતા.