હવે આ પ્રોફેશનમાં બનાવવા માંગે છે Sunny Leone, પરીક્ષા માટે ભર્યું ફોર્મ પણ…
Sunny Leone નામ આવે ને કાનમાં ગૂંજવા લાગે બેબી ડોલ મૈં સોને દી ગીત… દેખાવમાં એકદમ બેબી ડોલ જેવી દેખાતી એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ને હલચલ મચાવી દીધી. આ સિવાય Sunny Leone સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી. પરંતુ હવે એક્ટિંગ છોડીને જાણે સની લિયોન કોઈ નવા ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારી રહી હોય એવું લાગી રહ્યું છે ને?
જી હા, ગઈકાલથી જ્યાં જુઓ ત્યાં બસ આની જ ચર્ચા ચાલી રહી છે કે બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોન પોલીસમાં ભરતી થવા માટે અરજી કરી છે. એટલું જ અરજીની ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને એની સાથે સાથે મીમ્સનું તો ઘોડાપુર આવી ગયું છે.
સની લિયોન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને હવે ફરી એક વખત તે ચર્ચામાં આવી છે. વાત જાણે એમ છે ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 60,244 જગ્યા પર ભરતી કાઢવામાં આવી છે. ગઈકાલે એ માટે પરીક્ષા પણ થઈ ગઈ અને એ જ વખતે સનીનું આ એડમિશન ફોર્મ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
આ ફોર્મ પર કેનડીડેટ તરીકે સની લિયોનનું નામ છે અને એની સાથે જ તેનો ફોટ પણ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સનીના નામ અને ફોટો સાથેનું આ ફોર્મ કોણે ભર્યું છે એની ચર્ચા ચાલી રહી છે. આ બાબતે અધિકારીઓ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.
પોલીસની સતર્કતાને કારણે મૈનપુરીમાં એક વધુ મુન્નાભાઈ પકડાઈ ગયો છે.
દરમિયાન બાયોમેટ્રિક ટેસ્ટમાં તેની ફિંગર પ્રિન્ટ ન મળી હોવાને કારણે તેની ઓળખ છતી થઈ ગઈ હતી. પોલીસ તેની વધુ તપાસ કરી રહ્યા છે.