Sunny Leone & Daniel Weber Renew Vows After 13 Years

ત્રણ સંતાનની સામે જ બી-ટાઉનની આ બોલ્ડ, બ્યુટીફૂલ એક્ટ્રેસે કર્યા ત્રીજા લગ્ન?

હેડિંગ વાંચીને તમારી આંખો પણ પહોળી થઈ ગઈ ને? કોણ છે આ એક્ટ્રેસ એ જાણવાની તાલાવેલી પણ થઈ ગઈ હશે હેં ને? ચાલો તમને જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ અને આખરે તેણે કેમ આવું કર્યું? તો તમારી જાણ માટે કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ બેબીડોલ સની લિયોની (Sunny Leone). સની લિયોને પોતાના પકિ ડેનિયલ વેબર સાથે જ ત્રીજા લગ્ન કર્યા હતા.

લગ્નના 13 વર્ષ બાદ સનીએ પતિ ડેનિયલ વેબર સાથે જ ફરી વખત લગ્ન કર્યા છે અને એક્ટ્રેસના લગ્નના સાક્ષી ત્રણેય સંતાનો પણ રહ્યા હતા. 31મી ઓક્ટોબરે સનીએ ડેનિયલ સાથે લગ્નની તમામ રસમોને ફરી વખત કરી હતી. આ વખતે સનીએ માલદીવ્ઝ જેવા સુંદર વેન્યુ પર લગ્ન કર્યા હતા.

સની અને ડેનિયલે માલદીવમાં વ્હાઈટ વેડિંગ કર્યા હતા. વ્હાઈટ બ્રાઈડલ ગાઉનમાં સની સુંદર ડોલ જેવી લાગી રહી હતી અને પતિ ડેનિયલ પણ વ્હાઈટ શર્ટ પેન્ટમાં સુંદર લાગી રહી હતી. કપલે પોતાના ત્રણેય સંતાનો નોઆ, અશર અને નિસાએ પણ આ લગ્નમાં ખૂબ જ મજા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સની લાંબા સમયથી ડેનિયલ સાથે ફરી લગ્ન કરીને પોતાના લગ્નના વચનોને દોહરાવવા માંગતી હતી. સંતાનોના વેકેશન પર કપલે માલદીવ્ઝમાં ઈન્ટિમેટ સેરેમનીમાં બીજી વખત લગ્ન કર્યા હતા. સની અને ડેનિયલ હંમેશા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફેન્સને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની બોલીવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. આ સિવાય તે રિયાલિટી ટીવી શો સ્પિલ્ટ્ઝવિલાની કો-હોસ્ટ પણ છે.

સંબંધિત લેખો

Back to top button