નશાની હાલતમાં અડધી રાતે આ બોલીવુડ એક્ટર અથડાયો રિક્શાવાળાને: વીડિયો વાઈરલ
મુંબઇ: બોલીવુડ એક્ટર તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં હોય છે. ઘણાં તો આજકાલ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટને કારણે તો ઘણાં સોશિયલસ મીડિયા પર તેમની હરકતોને કારણે વાયરલ થાય છે. ત્યારે હવે આ બોલીવુડ અભિનેતા નશાની હાલતમાં રિક્ષાવાળા સાથે અથડાયો અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અભિનેતા સની દેઓલની ફિલ્મ ગદર-2 હાલમાં જ રિલિઝ થઇ હતી. ગદરની સફળતા બાદ 22 વર્ષ બાદ ગદર-2 રિલીઝ થઇ છે. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. એટલું જ નહીં પણ આ ફિલ્મ બાદ સનીને તો સારી લોટરી લાગી ગઇ છે. તેની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ છે. ત્યારે હવે સની દેઓલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે દારુના નશામાં રસ્તા પર ચાલતો દેખાય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર સની દેઓલનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે મુંબઇના જુહૂ સર્કલ પાસે રસ્તા પર ચાલતો દેખાઇ રહ્યો છે. જે રીતે તે ચાલી રહ્યો છે તે રીતે તે દારુના નશામાં હાવોનું કહેવાઇ રહ્યું છે. નશાની હાલતમાં સની સારી રીતે ચાલી ન શકવાથી તે એક રિક્ષાવાળાને અથડાય છે. ત્યાર બાદ રિક્ષાવાળો સનીને રિક્ષામાં બેસાડે છે એવું આ વિડીયોમાં દેખાઇ રહ્યું છે.
સનીનો આ વિડીયો વાયરલ થયા બાદ તેના ચાહકો આ વિડીયો ફેક હોવાનું કહી રહ્યાં છે. તો ઘણાં કહી રહ્યાં છે કે સની ખરેખર નશામાં નહતો પણ તે તેની આગામી ફિલ્મનો ભાગ છે. તેથી આ વિડીયો સાચો છે કે ફેક તે અંગે હજી કોઇ સ્પષ્ટતા થઇ નથી.