એનિમલ જોઈને આવું રિએક્શન આપ્યું સની દેઓલે…
ફિલ્મ એનિમલ રિલીઝ થઈને આટલા દિવસો થઈ ગયા હોવા છતાં પણ હજી લોકોના માથેથી હજી એનો ક્રેઝ કંઈ ઓછો નથી થઈ રહ્યો. એમાં પણ દર્શકો રણબીર કપૂર અને બોબી દેઓલના રોલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ હવે બોબી દેઓલના રોલને લઈને સની દેઓલે ટિપ્પણી કરી છે અને તેને ભાઈની એક્ટિંગ કેવી લાગી એ જણાવ્યું છે.
સની દેઓલે એનિમલ ફિલ્મને લઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને ફિલ્મમાં અમુક વસ્તુઓ નથી ગમી પણ હા, હું બોબીની એક્ટિંગથી એકદમ ખુશ છું. સનીએ કહ્યું હતું કે મેં એનિમલ ફિલ્મ જોઈ અને હું બોબી માટે ખૂબ જ ખુશ છું. મને આ ફિલ્મ ગમી છે, એક સારી ફિલ્મ છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જે નથી ગમી અને આ વસ્તુ મને મારી ફિલ્મોમાં નથી પસંદ આવતી.
કોઈ પણ ફિલ્મને પસંદ કરવી કે ના કરવી એ દરેક વ્યક્તિનો અંગત મચ છે. પરંતુ ફિલ્મ ટોટેલિટીમાં સારી છે. બોબી હંમેશા બોબી જ રહ્યો છે, પણ હવે તે લોર્ડ બોબી બની ગયો છે એવી ટિપ્પણી પણ સની દેઓલે કરી હતી.
એનિમલને રિલીઝ થઈને 16 દિવસ થઈ ગયા છે અને 15 દિવસનું કનેક્શન 800 કરોડની એકદમ નજીક છે. આ ફિલ્મ 15 દિવસમાં 784.45 કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવશે અને એની જાહેરાત ફિલ્મના અંતમાં છેલ્લે એક ક્લિપમાં કરવામાં આવ્યો છે.