આ બે બોલીવૂડ સેલેબ્સે ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Army Day, યુઝરે કહ્યું, સારું લાગ્યું…
બુધવારે આર્મી ડે નિમિત્તે સની દેઓલ અને નિમ્રત કૌરે એક શાનદાર પોસ્ટ કરી હતી, જેમાં સની દેઓલે આર્મી ઓફિસર્સની સાથે સમય પસાર કરતો ફોટો શેર કર્યા હતા તો નિમ્રત કૌરે પોતાની વેબ સિરીઝ ધ ટેસ્ટ કેસમાંથી કેટલાક ખાસ બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યા હતા. આ સિરીઝમાં તેણે એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: PM મોદીએ યુદ્ધ જહાજ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશને કર્યા સમર્પિત, જાણો તેની તાકાત
બુધવારે આર્મી ડે પર સની દેઓલે દેશના જવાનો સાથે સમય પસાર કરતા થ્રોબેક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ત્યારે, અત્યારે અને હંમેશા અમારા હીરોના સાહસ, બલિદાન અને અટૂટ સમર્પણને સલામ… ભારતીય સેના દિવસની શુભકામનાઓ… હિંદુસ્તાન ઝિંદાબાદ આર્મી ડે જેવા હેશટેગ પણ તમણે યુઝ કર્યા હતા.
આ પણ વાંચો: નૌકાદળમાં ‘ત્રિદેવ’નો સમાવેશઃ દુશ્મનોના દાંત ખાટા કરનારા યુદ્ધજહાજની વિશેષતા જાણો
સની દેઓલે શેર કરેલા ફોટોમાં તેઓ આર્મી ઓફિસર્સની વચ્ચે ઊભા રહીને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. આ સિવાય બીજા ફોટોમાં તે સૈનિકો સાથે પોઝ આપતો અને પંજા લડાવતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ પર ફેન્સે પણ આર્મી ડેની શુભેચ્છાઓ આપતા લખ્યું હતું કે સર તેઓ ભારતના સૌથી સ્પેશિયલ સૈનિક છે, ભારતીય વાયુ સેનાના ગરુડ કમાન્ડો વિશેષ દળ.
બીજી બાજું એક્ટ્રેસ નિમ્રત કૌરના પિતા ખુદ ભારતકીય સેનામાં હતા અને તેણે આ સ્પેશિયલ ડેને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો હતો. તેણે પોતાની વેબ સિરીઝ ધ ટેસ્ટ કેસના કેટલાક બિહાઈન્ડ ધ સીન ફોટો શેર કર્યા હતા, જેમાં તેણે એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફોટો શેર કરતાં નિમ્રત કૌરે લખ્યું હતું કે એક સૈનિકની દીકરીના રૂપમાં હું આજે અને દરેક દિવસેપોતાના બહાદુર દિલોને સલામ કરું છું, જેમણે કોઈ પણ શર્ત વિના આપણા દેશની અથાક સેવા કરી છે. ગર્વ ગ્રેટિટ્યૂડ સિવાય બીજું કંઈ જ નહીં. હું કેપ્ટન શિખા શર્માની ભૂમિકા નિભાવવાની તક મળી એ માટે હંમેશા આભારી રહીશ, કારણ કે તે મને મારી અંદરની પ્રચંડ તાકાતથી પરિચિત કરાવે છે.
નિમ્રતની આ પોસ્ટ પર પણ ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એટ યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બેસ્ટ સિરીઝ અને શાનદાર વુમન ઓફિસરની સ્ટોરી. બીજા એક યુઝરે લખ્યું હતું કે સારું લાગ્યું એ જાણીને કે તમે એક આર્મી બેકગ્રાઉન્ડથી છો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ ટૂંક સમયમાં જ ફિલ્મ બોર્ડર ટુમાં જોવા મળશે, આ ફિલ્મમાં તેની સાથે દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી પમ જોવા મળશ્. આ ફિલ્મ 1997માં આવેલી ફિલ્મ બોર્ડરની સિક્વલ ફિલ્મ છે.