Sunidhi Chauhan: કોન્સર્ટ દરમિયાન સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકાઈ, સુનિધિએ આપ્યો આવો જવાબ

દહેરાદુન: જાણીતી સિંગર એક સુનિધિ ચૌહાણ(Sunidhi Chauhan)ના દહેરાદુન(Dehradun)માં યોજાયેલા કોન્સર્ટમાં ચોંકાવનારી ઘટના બની હતી. દેહરાદૂનની એક કોલેજમાં કોન્સર્ટમાં દરમિયાન ભીડમાંથી કોઈએ સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી સુનિધિ ચૌહાણ પર પાણીની બોટલ ફેંકી હતી, જેના પછી તે ગુસ્સે થઈ ગઈ અને ગાવાનું બંધ કરી દીધું. ત્યાર બાદ સુનિધિએ બોટલ ફેંકનારને પ્રેમથી જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સુનિધિ ચૌહાણ કોન્સર્ટમાં ગીતો ગઈ રહી છે અને જ્યારે તે સ્ટેજ પર ઊભી હતી, ત્યારે ભીડમાંથી કોઈએ તેના પર બોટલ ફેંકી. બોટલ સુનિધિના હાથ પર અથડાય છે, જેને કારણે તે ચોંકી જાય છે અને ગાવાનું બંધ કરી દે છે. ત્યાર બાદ થોડીવાર પછી સુનિધિ ભીડને કહે છે ‘હાય!!!! માર ગયે…’ . સુનિધિના આ રીએક્શનની લોકો પ્રસંશા કરી રહ્યા છે.
વિડીયોમાં દેખાય છે કે બોટલ ફેંકાયા બાદ સુનિધિ એક મિનિટ માટે ચોંકી જાય છે છે, પરંતુ પછી તેનો જવાબ સાંભળીને, કોન્સર્ટમાં હાજર લોકો તેના વખાણ કરતા તાળીઓ પાડે છે. સુનિધિ ચૌહાણે પ્રેમથી કહ્યું, ‘શું આ થઈ રહ્યું છે? જો તમે બોટલ ફેંકશો તો શું થશે? શો બંધ થઈ જશે. તમારે આ જ જોઈએ છે?’ ત્યાર બાદ સુનિધિ ફરી ગાવાનું શરૂ કરે છે.

સોશિયલ મીડિયા પર લોકો સુનિધિને સપોર્ટ કરી રહ્યા છે અને ખરાબ વર્તન કરનારને ટ્રોલ કરી રહ્યા છે.
આ પહેલા પણ કેટલાક ગાયકો સાથે કોન્સર્ટ દરમિયાન આવી ઘટનાઓ બની ચૂકી છે. અગાઉ કૈલાશ ખેરના એક કોન્સર્ટ દરમિયાન બોટલ ફેંકવામાં આવી હતી. મુંબઈના શો પછી સેલ્ફી લેવા બદલ સોનુ નિગમ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પર તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા.