મનોરંજન

14 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, મુસ્લિમ બની, એક વર્ષમાં ડિવોર્સ…. કંઇક આવી છે આજની બર્થ ડે મલ્લિકા….

બોલિવૂડમાં એવા ઘણા ગાયકો છે, જેના અવાજના લોકો દિવાના છે. એમના અવાજમાં જાદુ છે. આ ગાયકો ચાહકોના દિલ પર રાજ કરે છે.

ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંની એક એવી સુનિધિ ચૌહાણ આજે 14 ઓગસ્ટના રોજ 41મો જન્મદિવસ ઉજવી રહી છે. તેની સ્ટાઈલ અને એનર્જી જોઈને તેના ફેન્સ તેને ભારતની ટેલર સ્વિફ્ટ પણ કહે છે. પોતાના સુરીલા અવાજથી સૌના દિલ જીતનારી સિંગર સુનિધિ ચૌહાણ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. આજે ભલે એ ઝાકઝમાળભરી લાઇફ જીવી રહી હોય, પણ અંગત જીવનમાં તેણે ઘણું દુઃખ સહન કર્યું છે.

ગુજરાતી રાજપૂત પરિવારમાં જન્મેલી આઇકોનિક પ્લેબેક સિંગર સુનિધિએ માત્ર ચાર વર્ષની ઉંમરથી ગાયક કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સીડી કેસેટ વડે રિયાઝ કરતી હતી. સુનિધિ ચૌહાણે વર્ષ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થતા સિંગિંગ શો ‘મેરી આવાઝ સુનો’માં ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતી હતી. તેને ‘લતા મંગેશકર ટ્રોફી’થી પણ સન્માનિત કરવામાં આવી હતી. તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરીએ તો, સુનિધિએ વર્ષ 1996માં ફિલ્મ ‘શાસ્ત્ર’થી બોલિવૂડમાં સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે સુનિધિ ચૌહાણે ‘લડકી દીવાની બોયઝ દિવાના’ ગાયું હતું. આમાં તેને ઉદિત નારાયણ અને આદિત્ય નારાયણે સાથ આપ્યો હતો. સુનિધિએ તેની સિંગિંગ કરિયરમાં અત્યાર સુધી વિવિધ ભાષાઓમાં 2000 થી વધુ ગીતો ગાયા છે. રામ ગોપાલ વર્માની મસ્તમાં ‘રુકી રુકી સી ઝિંદગી’ ગાયા પછી તેને પ્રસિદ્ધિ મળી હતી. શીલા કી જવાની, બીડી જલાઇલે, સજના જી વારી વારી જાઉં…, ચમેલી ફિલ્મનું કરીના કપૂર પર ફિલ્માવેલું ગીત ભાગે રે મન.., ધૂમ-3નું કમલી સોંગ સુનિધિના હીટ, હોટ સોંગ્સની યાદી ઘણી લાંબી છે.

સુનિધિએ તેની આખી કારકિર્દીમાં 2000 થી વધુ ગીતો ગાયા છે. તેણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ અને પંજાબી સહિત અન્ય ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. સુનિધિએ લગભગ દરેક મોટા ગાયક, સંગીતકાર અને ગીતકાર સાથે કામ કર્યું છે અને તેના એનર્જેટિક પરફોર્મન્સ અને અવાજ જોઇને માઇક્રોસોફ્ટ દ્વારા Windows Vista ગીત ગાવા માટે પણ હાયર કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Happy Birthday: શ્રીદેવીના જન્મદિવસ પર બોની કપૂર થયા ઈમોશનલ, દીકરીઓએ આ રીતે યાદ કરી મૉમને

અંગત જીવનની વાત કરીએ તો સુનિધિએ 2002 માં 18 વર્ષની ઉંમરે, તેણે તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ, મ્યુઝિક વિડિયો ડિરેક્ટર બોબી ખાન સાથે લગ્ન કર્યા, પરિવારની વિરુદ્ધ જઈને તેનું જીવન બરબાદ થઇ ગયું એક વર્ષ પછી તેના છૂટાછેડા થઈ ગયા, અને સુનિધિએ તેના માતાપિતા સાથે સમાધાન કર્યું. પહેલા લગ્નના બ્રેકઅપ બાદ તે ખૂબ જ પરેશાન હતી. બાદમાં સુનિધિએ મેરી આવાઝ સુનો જીત્યાના દિવસોથી તેના મિત્ર સંગીતકાર હિતેશ સોનિકની સાથે રોમેન્ટિક સંબંધ શરૂ કર્યો. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેઓએ 24 એપ્રિલ 2012ના રોજ મુંબઈમાં લો પ્રોફાઇલ લગ્ન સમારંભમાં લગ્ન કર્યા. આજે તે એક પુત્રની માતા પણ છે. 1 જાન્યુઆરી 2018ના રોજ સુનિધિએ દીકરાને જન્મ આપ્યો હતો.

આપણે સુનિધિને બર્થ-ડેની શુભકામના આપી દઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button