ફિલ્મ પહેલા સુહાના ખાનનું કૌભાંડ બહાર આવ્યું! જાણો ક્યાં ફસાઈ શાહરૂખની લાડલી | મુંબઈ સમાચાર
મનોરંજન

ફિલ્મ પહેલા સુહાના ખાનનું કૌભાંડ બહાર આવ્યું! જાણો ક્યાં ફસાઈ શાહરૂખની લાડલી

મુંબઈઃ બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલીવૂડમાં પગ તો માંડી ચૂકી છે. આર્ચી ફિલ્મમાં તે દેખાઈ હતી, પરંતુ ફિલ્મે કંઈ ઉકાળ્યું નહીં. હવે સુહાના તેની ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. તે દરમિયાન એક માહિતીએ સૌને ચોંકાવી દીધા છે. સુહાનાએ જમીન લીધી છે અને આ મામલે વિવાદ થયો છે. આ જમીન લેવા માટે સરકારની જે અનુમતિ લેવાની હતી, તે લીધી નથી.

સુહાના ખાને અલીબાગના થાલ ગામમાં મે 2023માં રૂ. 12 કરોડની જમીન ખરીદી હતી. આ માટે સુહાનાએ સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી હતી. પણ હવે આ ડીલમાં ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું છે. સમસ્યા એ ઊભી થઈ છે કે આ જમીન ખેડૂતો માટે ખેતીલાયક જમીન છે અને તે ખરીદવા માટે જે પરવાનગી લેવી જોઈએ તે સુહાનાએ લીધી નથી. જે દસ્તાવેજ જમા કરવામા આવ્યા છે, તેમાં સુહાનાને ખેડૂત બતાવવામાં આવી છે. આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન સુહાનાની માતા ગૌરી ખાનની કંપનીના નામે કરવામાં આવ્યું છે.

હવે આ જમીનની ખરીદી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટરે અલીબાગ તહેસિલદાર પાસે નિષ્પક્ષ રિપોર્ટ માગ્યો છે.

આર્ચીઝથી બોલીવૂડમાં પ્રવેશી ચૂકેલી સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે કિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ આર્યનના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમા અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, અરશદ વારસી, જયદીપ અહલાવત પણ છે. જોકે આ ફિલ્મની રિલિઝ ડેટ આવી નથી, પરંતુ વર્ષના અંત સુધીમાં આવે તેવી સંભાવના છે. બીજી બાજુ એસઆરકેના દીકરા આર્યને ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો છે. બોલીવૂડ્ બેડ્સ કરીને તેની સિરઝનું ટ્રેલર હમણા જ લોંટ થયું છે. હવે બન્ને સંતાનો બાપનું નામ રોશન કરે છે કે એકાદ બે ફિલ્મોના સ્ટાર બનીને બેસી જાય છે, તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો…આર્યન ખાન બાદ હવે સુહાના ખાન પણ ફસાઈ મુશ્કેલીમાં, હવે શું કરશે શાહરુખ ખાન?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button