એસઆરકેની દીકરીનો ડ્રેસ, સેન્ડલ તો લાખોના પણ આ નાનકડી બેગની કિંમત તો…

અભિનેતા શાહરૂખ ખાન જેટલી જ ચર્ચા તેના સંતાનોની થાય છે. શાહરૂખના દીકરા આર્યન ખાને તેની ડિરેક્શનલ ડેબ્યુટ આપી રહ્યો છે ત્યારે તેની દીકરી પર ફિલ્મોમાં ઝળકવા થનગની રહી છે. જોકે હાલમાં તે પોતાની ફિલ્મ નહીં પણ આઉટફીટ અને તેની કિંમતને લીધે ચર્ચામાં છે.
સુહાના પાર્ટીઓમા્ં દેખાય છે અને સ્ટાઈલિંગમાં તે ઘણી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે તેમ છે. તાજેતરમાં જ તે એક પાર્ટીમાં ગઈ હતી અને તેનાં ડ્રેસ, સેન્ડલ સાથે તેની નાનકડી ક્યૂટ બેગની કિંમત પણ ચર્ચામાં આવી ગઈ છે. સુહાના ખાને મસ્ત સ્લીવલેસ બૉટ નેક વન પીસ પહેર્યું છે. યલ્લો કલરનું આ આઉટફીટ તેને ખૂબ જ સ્યૂટ કરી રહ્યું છે અને તે ખરેખર ચળકાટ મારી રહી છે. આ એ લાઈન ટ્વીડ ડ્રેસ ડોલાસ એન્ડ ગાબાના બ્રાન્ડનો છે.

જેની કિંમત રૂ. 1.87 લાખ હોવાનું જાણવા મળે છે. હવે જો પોણા બે લાખનો ડ્રેસ પહેર્યો હોય તો સેન્ડલ તો સાદા સીધા ન પહેરાય એટલે તેની કિંમત પણ તમને જણાવી દઈએ તો તેનાં સેન્ડલ્સની કિંમત રૂ. 85,000 છે. હવે આ બન્નેની કિંમત જાણી તમે ચોંકી ગયા હોવ તો તમારે સુહાનાની નાનકડી બેગની કિંમત તો જાણવી જ પડશે. સુહાનાની Micro Lady Dior Bagની કિંમત રૂ. 3.45 લાખ છે. આ સાવ જ નાની એવી બેગ પર સૌની નજર જઈ રહી છે.
સુહાનાએ હાફ પોનીની સિમ્પલ હેરસ્ટાઈલ અને સાવ જ સિમ્પલ મેક અપ કર્યો છે, પણ તેનો ડ્રેસ તેને એટલો શોભી રહ્યો છે કે સૌની નજર તેના પરથી હટતી જ નથી. સુહાનાના પિતા એટલે કિંગ ખાન પણ એટલા જ શોખિન છે. હવે બાપ જો સાડા ચાર કરોડની રીસ્ટ વૉચ પહેરતો હોય તો દીકરી પોણા ચાર લાખનું બેગ લઈ ફરી તેમાં શું નવાઈ…
આપણ વાંચો : શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…