Earring’sનો આવો ઉપયોગ તો ભાઈ Nita Ambani પાસેથી શીખવો પડે…
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani-Nita Ambani)ના ઘરે ટૂંક સમયમાં જ શહેનાઈના સૂર રેલાશે. 12મી જુલાઈના દિવસે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Nita Ambani) સાત ફેરા લઈને હંમેશ માટે એકબીજાના થઈ જશે. પરંતુ એ પહેલાં જ અંબાણી પરિવારે બે પ્રિ-વેડિંગ ફંક્શન યોજીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ પણ વાંચો: અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ મહેમાનોને મળી અધધધ… લક્ઝરી ગિફ્ટ્સ..
માર્ચ મહિનામાં ગુજરાતના જામનગર ખાતે અને મેમાં ઈટલી ખાતે ક્રૂઝ પર આલા ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનની ઈવેન્ટમાં નીતા અંબાણીએ પોતાની કમાલની ફેશનસેન્સ દેખાડીને લોકોના દિલ જિતી લીધા હતા. પરંતુ આ જ દરમિયાન તેમણે કાનના બુટિયા (Earrings)નો એવો ઉપયોગ કર્યો હતો જેના વિશે આપણે વિચાર પણ નહીં કર્યો હોય. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતા અંબાણીએ…
નીતા અંબાણીએ સ્ટારી ઈવેન્ટમાં પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે ક્લાસી ઈયરરિંગ્સ પહેર્યા હતા, આ ઈયરરિંગ્સ તેમણે પોતાના કાનમાં નહીં પણ વાળમાં પહેર્યા હતા. જી હા, વાળમાં ઈયરરિંગ્સને પીન તરીકે ઉપયોગ કરવાની યુનિક સ્ટાઈલ સ્ટેટમેન્ટ જ એવી હતી કે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
આ પણ વાંચો: Katrina Kaifએ અંબાણી પરિવારના કયા સભ્યના કર્યા વખાણ
બસ પછી તો પૂછવું જ શું, લોકો આ ક્લાસી ઈયરરિંગ્સ વિશે જાણવા માટે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરી રહ્યા છે, લોકો આ બ્યુટીફૂલ અને ક્યુટ ઈયરરિંગ્સ વિશે જાણવા માટે એકદમ તલપાપડ થઈ ગયા છે. તમને કદાચ ચ જાણીને નવાઈ લાગશે કે ફોર અ ચેન્જ વખતે આ ઈયરરિંગ્સ એટલા મોંઘા નથી.
આ ઈયરરિંગ્સ દીપ ગુરનાની કલેક્શમાંથી છે અને વેબસાઈટ પર આ ઈયરરિંગ્સની કિંમત 125 અમેરિકન ડોલર એટલે કે આશરે 7,500 રૂપિયા છે. સ્ટાર શેપવાળી આ ઈયરરિંગ્સ ગ્લાસ ક્રિસ્ટલ, ગ્લાસ બીડ્સ, પર્લ અને લેધર બેંકિંગથી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીો ફેક વીડિયો જોઇ શેરમાં લગાવ્યા પૈસા અને ઠગાઇ ગયા ડૉક્ટર
જોકે, આ પહેલી વખત નથી કે નીતા અંબાણી (Nita Ambani)એ પોતાની અનોખી ફેશન સ્ટેટમેન્ટથી લોકોના દિલ જિતી લેતા હોય છે અને લોકો પણ તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ વિશે જાણવા હંમેશા ઉત્સુક હોય છે.