મનોરંજન

આજથી 50 વર્ષ પહેલા પણ થતું હતુ આવું બ્લેકમેલિંગ, જેમાં એક અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા

ફિલ્મજગત (film industry) બહારથી ઘણુ ચળકતું લાગે છે, પણ તેમાં ઘણા ડાઘ લાગેલા છે. ઘણી ઘટનાઓ છે જે શરમજનક છે અને રૂપેરી પદડા પર મોટી મોટી વાતો કરતા ઈન્ડસ્ટ્રીના માંધાતાઓનો ખરો ચહેરો જનતાની સામે લાવે છે. આવી જ એક ઘટનાની વાત કરવી છે જે આજથી લગભગ 50 વર્ષ પહેલા બની હતી.

વાત છે મલયાલમ સિનેમાની (Malyalam films) એક અભિનેત્રી જેણે 21 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યાનું કારણ હતું બ્લેકમેલિંગ.

આ અભિનેત્રીનું નામ છે વિજયશ્રી, (Vijayshree)વિજયશ્રી એટલી સુંદર હતી કે લોકો તેની સરખામણી મેરિલીન મનરો સાથે કરતા હતા.

અભિનેત્રી વિજયશ્રીએ 1966માં આવેલી ફિલ્મ ચિત્તીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં તેનો નાનકડો રોલ હતો. આ સમયે વિજયશ્રીની ઉંમર માત્ર 13 વર્ષની હતી, પરંતુ ફિલ્મ હિટ રહી અને તેનું કામ લોકોની નજરમાં આવ્યું. આ પછી તેને ઘણી ફિલ્મો મળી, મલયાલમ અભિનેતા પ્રેમ નઝીર સાથેની વિજયશ્રીની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી અને દરેક ફિલ્મ હિટ રહી.

આ પણ વાંચો: ‘Thappad’કાંડ બાદ સાંસદ, અભિનેત્રી Kangana Ranaut શાંતિની શોધમાં આ ક્યાં પહોંચી?

હવે વાત છે એ ફિલ્મની જે તેનાં મોતનું કારણ બની. વિજયશ્રી વર્ષ 1973માં પોન્નાપોરમ કોટ્ટા નામની ફિલ્મ કરી રહી હતી. આ ફિલ્મ માટે તેણે ધોધની નીચે નહાવાનો એક સીન કરવાનો હતો, શૂટિંગ દરમિયાન ધોધનો પ્રવાહ એટલો જોરદાર હતો કે શૂટિંગ દરમિયાન તેના કપડાં સરકી ગયા અને આખા યુનિટની સામે આમ થયું. તે શરમાઈ ગઈ પણ તેમે હિંમત કરી સ્થિતિ સંભાળી અને શૂટિંગ પૂરું કર્યુ. પરંતુ આ દરમિયાન કેમેરામેને ન તો કેમેરા બંધ કર્યો કે ન તો ક્લિપ ડિલીટ કરી.

જ્યારે ફિલ્મ તૈયાર થઈ ગઈ અને અભિનેત્રી સ્ક્રીનિંગ માટે પહોંચી ત્યારે તેનાં હોત ઊડી ગયા. જે સિન શૂટ કરતા તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા, તે સિન અડિટ કર્યા વિના ફિલ્મમાં રાખવામાં આવ્યો હતો અને આ મામલે અભિનેત્રીને જણા પણ કરવામાં આવી ન હતી. આ ફિલ્મ રિલીઝ થઈ અને લોકોને પસંદ પડી અને હિટ થઈ, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના થોડા મહિનાઓ બાદ વિજયશ્રીએ આત્મહત્યા કરી લીધી.

તેના મૃતદેહ સાથે કોઈ સુસાઈડ નોટ મળી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનો કેમેરામેન તેને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની વાંધાજનક તસવીરો અને વીડિયો બધાને બતાવવાની ધમકી આપતો હતો. કહેવાય છે કે અભિનેત્રી આનાથી પરેશાન થઈ ગઈ હતી અને આખરે તેણે આત્મહત્યા કરી લીધી હતી અને એક સુંદર અને પ્રતિભાશાળી યુવા અભિનેત્રીએ દુનિયાએ સાવ નાની ઉંમરે અલવિદા કહી દીધું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…