મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

સ્ત્રી 2નો થિયેટરોમાં આતંક : આ હોરર કોમેડી ફિલ્મે રિકોડ બ્રેક કરી દીધા

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ સ્ત્રી 2 જાણે આતંક મચાવ્યો છે આ હોરર કોમેડી ફિલ્મે પહેલા દિવસે પ્રિપેડ ઓપનિંગમાં જ 70 કરોડ કમાઈ લીધા હતા . બીજા દિવસે શુક્રવારે વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મ એ બમ્પર કમાણી કરી છે. શ્રદ્ધા કપૂરની આ સિક્વલ ફિલ્મ છે અને થિયેટરોમાં અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જ્હોન અબ્રાહમની વેદાને ધોબી પછાડ આપી રહી છે. આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ₹ 70 કરોડથી વધારે હતું . 14 મી ઓગસ્ટ ગુરૂવારે સ્વતંત્રતા દિવસના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે ₹ 70 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે વર્કિંગ ડે હોવા છતાં એટલે કે શુક્રવારે ફિલ્મ એ 30 કરોડથી પણ વધારે કમાણી કરી છે . આ સાથે આ ફિલ્મ બીજા દિવસે સો કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે .

15 મી ઓગસ્ટે એક સાથે ત્રણ મોટી રિલીઝ દર્શકો માટે હતી, જેમાં સ્ત્રી 2 સાથે અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જ્હોન અબ્રાહમની વેદા પણ 15 મી ઓગસ્ટ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મોના રીવ્યુ પણ સારા છે, પરંતુ દર્શકોએ સ્ત્રી 2 પર નોટોનો વરસાદ કરી દીધો છે . અગાઉ પઠાણ, જવાન ફિલ્મોએ બે ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. જો કે શાહરુખ ખાન જેવા સુપરસ્ટારની ફિલ્મો હોવાથી અને તેનું ખૂબ જ જોરદાર માર્કેટિંગ થયું હોવાથી આ ફિલ્મો એટલી ઝડપથી વર્લ્ડ વાઈડ આટલું કલેક્શન કરી શકે તે અલગ વાત છે, પરંતુ પંકજ ત્રિપાઠી અભિષેક બેનર્જી અને શ્રદ્ધા અને રાજકુમાર રાવની ફિલ્મે બીજા દિવસે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી પાડી દીધી હોવાથી બોલીવુડ ખુશ ખુશાલ થઈ ગયું છે.

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક સુપરહિટ ફિલ્મની રાહ જોઈ રહ્યું હતું . બોક્સ ઓફિસ પર ધમાલ કરી દે તેવી ફિલ્મ ઘણા સમયથી આવી ન હતી. આ પહેલા અજય દેવગનની ઔર મે કહા દમ થા રિલીઝ થઈ હતી તેની પાસેથી ઘણી અપેક્ષા હતી પણ ફિલ્મે અપેક્ષા પ્રમાણે કામ કર્યું ન હતું. અક્ષય કુમારની સરફીરા એ પણ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાણી કરી ન હતી ત્યારે સ્ત્રી ટુએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સુપર ડુપર કમાણી કરી રહ્યું છે.

હજુ શનિ અને રવિ આ બંને દિવસોમાં આ ફિલ્મ ધૂમ કમાણી કરશે તેવું ફિલ્મી પંડિતો માની રહ્યા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button