Stree 2: ફિલ્મ એડવાન્સ બુકિંગમાં મચી ધૂમ, બમ્પર ઓપનિંગ માટે તૈયાર
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની એક્ટિંગના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે. શ્રદ્ધા કપૂરની શ્રેષ્ઠ હોરર-કોમેડી ફિલ્મોમાં સમાવિષ્ટ ‘સ્ત્રી 2’ની સિક્વલ આગામી દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સ્ક્રીન પર આવવાની છે.
નિર્માતાઓએ શનિવારે જાહેરાત કરી હતી કે “Stree 2”નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટે સાંજે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો શો રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે ‘સ્ત્રી 2’ ફિલ્મે પહેલા દિવસના એડવાન્સ બુકિંગ માટે એક જ દિવસમાં 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મના સમાચાર લખાય છે ત્યાં સુધી 1 લાખ 24 હજારથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે. ‘સ્ત્રી 2’ એ બોક્સ ઓફિસ પર 4 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
”સ્ત્રી 2’નું નિર્દેશન અમર કૌશિક દ્વારા મેડડોક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. મેડડોક ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી શેર કરી અને પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે , Stree-2 એડવાન્સ બુકિંગ ઓપન નાઉ”
આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં વરુણ ધવન અને અક્ષય કુમારનો પણ ખાસ કેમિયો જોવા મળશે. સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો સાથે ટકરાશે, કારણ કે 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં એક સાથે ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમાં જ્હોન અબ્રાહમની ‘વેદા’, સંજય દત્તની ‘ડબલ સ્માર્ટ’, કીર્તિ સુરેશ અભિનીત ‘રઘુ થાથા’, ચિયાન વિક્રમની ‘તંગલાન’ અને અક્ષય કુમાર અભિનીત ‘ખેલ ખેલ મેં’નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, આ બધી ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે!
Also Read –