તમન્ના ભાટીયાની દેસી કમ વેસ્ટર્ન અદાઓ તમે જોઇ છે ખરી?
મુંબઈ: ‘સ્ત્રી’ ફિલ્મ આવી ત્યારે તેમાં ‘કમરિયા હિલાદે’ સોન્ગ પર મનમોહક ડાન્સ કરીને નોરા ફતેહી છવાઇ ગઇ અને એવો જ જલવો ‘સ્ત્રી-2’ના ગીત ‘આજ કી રાત’માં દેખાયેલી તમન્ના ભાટીયા વિખેર્યો છે. બુધવારે રિલીઝ થયેલા આ ગીતે અત્યારથી જ ધૂમ મચાવવાની શરૂ કરી દીધી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે ગીત કરતાં વધુ ચર્ચા ગીતમાં ડાન્સ કરી રહેલી તમન્ના ભાટીયા અને તેના ‘ઉફ ઉફ’ મુવ્સની થઇ રહી છે.
જોકે તમન્ના ભાટીયા ફક્ત આ ગીતના કારણે ચર્ચામાં નથી. તમન્ના વિવિધ પ્રકારના આઉટફિટ્સમાં કેવી દેખાય છે તેની અમુક તસવીરો ઇન્ટરનેટ પર ફરતી થઇ છે અને ભલે ટ્રેડીશનલ એટલે કે દેસી અવતાર હોય કે પછી વેસ્ટર્ન કપડાં, તમન્ના દરેક પ્રખારના આઉટફીટમાં કમાલની દેખાઇ રહી છે.
એક તસવીરમાં તે લાલ કલરની ડિઝાઇનર સાડીમાં આછા મેક-અપ સાથે દેખાઇ રહી છે. બીજી એક તસવીરમાં બ્લેક કલરના બેક-લેસ બ્લાઉઝ અને વ્હાઇટ કલરની સાડી પણ તેને ખૂબ જ સૂટ કરી રહી છે.
અન્ય એક ફોટોમાં તમન્નાએ ઑફ શોલ્ડર કોસેટ અને લાલ રંગની સાડી પહેરી છે. આ તસવીરમાં જાણે તો ઇજિપ્તની કોઇ રાણી હોય તેવી દેખાઇ રહી છે. લાલ રંગની લિપસ્ટિક તો જાણે તેની સુંદરતામાં ચાર ગણો વધારો કરી રહી છે.
જોકે ત્યારબાદની પણ અનેક તસવીરો તમન્નાએ શેર કરી છે અને અમુક તસવીરોમાં તેણે વેસ્ટર્ન લૂક અપાનાવ્યો છે જ્યારે અમુક તસવીરોમાં તેણે ભારતીય પારંપારીક લૂકની સાથે સાથે વેસ્ટર્ન તડકો લગાવીને ફ્યુઝન ટ્રાય કર્યું હોય તેવું લાગે છે. જોકે દરેકે દરેક તસવીરમાં તેની ખૂબસૂરતી તો અકબંધ જ લાગે છે.