મનોરંજન

ચાર દિવસમાં સ્ત્રી-2 પહોંચી ગયું 300 કરોડના ક્લબમાં, ઑવરસિઝ કલેક્શન પણ જબરજસ્ત

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 2018ની ફિલ્મ સ્ત્રીની સિક્વલ ફિલ્મ સ્ત્રી-2એ બૉક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો છે. ચાર દિવસમાં ફિલ્મએ 283 કરોડ રૂપિયા તો કમાઈ લીધા છે અને આજે પાંચમો દિવસ અને રક્ષાબંધનની રજા છે તેથી આ ફિલ્મ રૂ. 300 કરોડને તો પાર કરી જ ગઈ છે, તેમ કહેવું ખોટું નથી.

નિર્દેશક અમન કૌશિકની ફિલ્મની રિલિઝ 15મી ઑગસ્ટની રજાને ધ્યાનમાં રાખીને ગુરુવારે રિલીઝ કરવામાં આવી હતી. પહેલા દિવસે જ ફિલ્મએ બમ્પર 70 કરોડની કમાણી કરી નાખી હતી અને ફિલ્મના રિવ્યુ ખૂબ જ સરસ આવતા ફિલ્મ રેકોર્ડ બ્રેક કરી નાખશે તેમ લાગતું હતું અને તેવું થયું છે. ફિલ્મએ ચાર દિવસમાં રૂ. 283 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મનું ઑવરસિઝ કલેક્શન રૂ. 43 કરોડ છે. ભારતમાં ફિલ્મએ ગઈકાલના આંકડા પ્રમાણે રૂ. 204 કરોડ કમાયા છે અને આ વરસાદ અવિરત ચાલુ જ છે.

Stree-2 Enters 300 Crore Club In Four Days, Overseas Collections Also Tremendous
Screen Grab: The Print

આ પણ વાંચો : જ્યારે શ્રદ્ધા કપૂરના રૂમમાંથી ચોરાઇ કિંમતી વસ્તુ…..

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી સહિતના કલાકારોનો અભિનય પણ ખૂબ વખણાયો છે. સાવ જ સીધીસાદી ગામડાના જીવન પર આધારિત કૉમેડી હૉરર ફિલ્મની બન્ને સિક્વલે અપેક્ષા કરતા વધારે જ ફાયદો નિર્માતા સહિત સૌને કરાવ્યો છે.

ફિલ્મ સાથે રિલીઝ થયેલી અક્ષય કુમારની ખેલ ખેલ મે અને જ્હોન અબ્રાહમની વેદા ધીમી ગતિએ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button