મનોરંજન

કહાની કોન્ટ્રોવર્સી ક્વીનનીઃ ૩ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન ૧૨ દિવસથી વધુ ટક્યા નહીં, કોણ હતી?

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે, જેમને ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ તરીકે પણ ઓળખાય છે. ચાહકો આ અભિનેત્રીના અભિનય અથવા સુંદરતા પર ધ્યાન આપે કે ન આપે, પરંતુ તેના નિવેદનો અને વર્તન ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચે છે.

અલબત્ત, આ લિસ્ટમાં રાખી સાવંતનું નામ ટોપ પર આવે છે, પરંતુ આજે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ અભિનેત્રી પણ ઘણી વખત વિવાદોમાં રહી છે. આ અભિનેત્રીએ માત્ર ૧૨ દિવસમાં જ તેના પતિને છૂટાછેડા આપીને જેલમાં મોકલ્યો હતો. ચાલો જાણીએ અભિનેત્રીનું નામ અને કિસ્સો.

આપણ વાંચો: કંગનાના થપ્પડકાંડથી લઈ પૂનમ પાંડેની ‘મોત’ની અફવા આ વર્ષે બોલીવુડના વિવાદોમાં મોખરે રહી

ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી પૂનમ પાંડેની. અભિનેત્રીનો વિવાદો સાથે લાંબો સંબંધ છે. જ્યાં પણ વિવાદ થાય છે ત્યાં લોકો પૂનમ પાંડેને ચોક્કસ યાદ કરે છે. પૂનમે અભ્યાસ બાદ મોડલિંગ શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૩માં તેણે ફિલ્મ ‘નશા’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણા રિયાલિટી શોમાં જોવા મળી, જેમ કે ‘ખતરોં કે ખિલાડી ૪’, ‘લોક અપ’ વગેરે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી પૂનમ પાંડેની ‘લવ લાઈફ’ કોઈ ટીવી ડ્રામાથી ઓછી નથી. તેણે પોતાની લવ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો. અભિનેત્રીએ સેમ બોમ્બેને લાંબા સમય સુધી ડેટ કર્યો હતો અને તેમનો સંબંધ લગભગ ૩ વર્ષ સુધી ચાલ્યો હતો. સેમ બોમ્બે લાઈમલાઈટમાં થોડો ઓછો રહે છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ છે. સેમ એક પ્રખ્યાત એડ ફિલ્મમેકર છે.

સેમ બોમ્બેએ દીપિકા પદુકોણ, તમન્ના ભાટિયા જેવી ઘણી મોટી હસ્તીઓ સાથે જાહેરાતો શૂટ કરી છે. કહેવાય છે કે સેમ અને પૂનમ પણ એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. આ બંને વચ્ચેનો સંબંધ એકદમ ગુપ્ત હતો.

આપણ વાંચો: ‘મોત’ની અફવા ફેલાવ્યા બાદ હવે પૂનમ પાંડે પહેલી વાર આ અંદાજમાં જોવા મળી

બંનેએ વર્ષ ૨૦૨૦માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીએ લગ્નની તસવીરો દ્વારા ફેન્સને જાણકારી આપી હતી, જેને જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

પૂનમ અને સેમ લગ્ન બાદ લોસ એન્જલસ હનીમૂન પર ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ બંને ગોવા જવા રવાના થયા હતા. અભિનેત્રી ગોવામાં તેની એક ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી હતી. આ સફર તેમના સંબંધોનો અંત સાબિત થઈ.

તેમના લગ્નને માત્ર ૧૨ દિવસ જ થયા હતા જ્યારે તેમનો સંબંધ તૂટી ગયો હતો. અભિનેત્રીએ તેના પતિને ગોવામાં જ જેલમાં મોકલી દીધો હતો. તેણે તેના પતિ પર મારપીટ અને શોષણનો આરોપ લગાવ્યો હતો, જેના પછી સેમને જેલમાં જવું પડ્યું હતું.

જો કે આ ઘટના બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમનો સંબંધ અહીં જ ખતમ થઈ જશે, પરંતુ બંનેએ તેમના સંબંધને તક આપી. જે બાદ પૂનમે ફરી એકવાર સેમને જેલમાં મોકલી દીધો અને પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર મામલો ૧૨ દિવસમાં જ સમાપ્ત થઈ ગયો હતો.

પૂનમ પાંડેએ પોતાના લોકઅપમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે સેમ તેને કૂતરાની જેમ મારતો હતો. અહીં એ જણાવવાનું કે પૂનમ પાંડેને જાહેરમાં એક યુવક અસભ્ય વર્તન કર્યું હતું, ત્યારબાદ તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button