મનોરંજન

અંબાણીની પાર્ટીથી દૂર રહે છે આ સ્ટાર્સ

અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંતના રાધિકા મરચન્ટ સાથેના લગ્નમાં દેશ અને દુનિયાભરની અનેક નામાંકિત સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ લગ્ન પ્રસંગની ઉજવણી હજી ચાલુ જ છે. આમ પણ મુકેશ અંબાણીને ત્યાં કોઇ પ્રસંગ હોય અને તે આમંત્રણ આપે તો એ તો બધા માટે ગર્વ લેવા જેવી વાત છે, કે એમના ગેસ્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું. સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સેલિબ્રિટીઓ અંબાણીના દરેક ફંક્શનમાં સામેલ હોય છે. લગ્ન હોય કે કંઇ પણ નાનો મોટો પ્રસંગ હોય, આ સેલિબ્રિટીઓ હંમેશા અંબાણીના ફંક્શનમાં હોય હોય અને હોય જ છે. જોકે, કેટલાક એવા પણ સેલિબ્રિટી છે, જેઓ ક્યારેય અંબાણીના કોઇ ફંક્શનમાં સામેલ નથી થતા. આમાં ઘણા જાણીતા નામો છે.

અનંતના લગ્નની ભવ્ય શોભા યાત્રા એન્ટિલિયાથી નીકળી હતી, જેમાં બોલિવૂડ ઉપરાંત સાઉથ સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ પણ સામેલ થયા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન રાત્રે લગભગ 12.30 વાગે થયા હતા. આ લગ્નમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા, તો કેટલાક સ્ટાર્સ ગાયબ હતા. કરીના કપૂર અને સૈફ અલી ખાન અને વિરાટ કોહલી અનુષ્કા શર્મા લંડનમાં હોવાથી આવી નહોતા શક્યા.

અભિનેત્રી કંગના રનૌતને એવોર્ડ શોમાં કે ઝાકઝમાળભર્યા ફંક્શનોમાં જવાનું પસંદ નથી. તે નવરાશના સમયે ઘરમાં રહેવાનું પસંદ કરે છે. કંગના ગભગ તમામ અંબાણી ઈવેન્ટ્સથી દૂર રહે છે. ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે તે પાર્ટીઓમાં જોવા મળતી નથી.

આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchant Wedding: સેલેબ્સ અને મહાનુભાવોનો Kumbhmela

ધર્મેન્દ્રના દીકરા સની દેઓલને ક્યારેય કોઇ ફિલ્મી પાર્ટીમાં જવાનું પસંદ નથી અને તે અંબાણીના ઘરના ફંક્શનોમાં પણ ક્યારેય જોવા નથી મળતો. એવી જ રીતે તેનો ભાઇ બોબી દેઓલ પણ અંબાણીના ઘરના ફંક્શનોમાં પણ ક્યારેય જોવા નથી મળતો. હા, જોકે, એ બોલિવુડ પાર્ટીઓમાં અવારનવાર જોવા મળે છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની વાત કરીએ તો તે પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવે છે. નવાઝુદ્દીન બોલિવૂડની પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તેઓ ક્યારેય અંબાણીની પાર્ટીમાં હાજરી આપતા નથી.

બાહોશ અભિનેત્રી તબ્બુની વાત કરીએ તો એ ઘણી વાર ફિલ્મી ઇવેન્ટમાં જોવા મળી જાય છે, પણ તે ક્યારેય અંબાણીની ઇવેન્ટનો ભાગ નથી બની. જોકે, તેણે આ અંગે ક્યારેય કંઇ કહ્યું નથી.

અભિનેતા ઇમરાન હાશમીની વાત કરીએ તો તેઓ ક્યારેય બોલિવૂડની કોઇ અવેન્ટ એટેન્ડ નથી કરતા. તેઓ ઇવેન્ટ અને પાર્ટીઓથી કોસો દૂર રહે છે. ઇમરાન પણ બોલિવૂડની પાર્ટીઓમાં ક્યારેય જોવા નથી મળતા.
અભિનેતા પંકજ ત્રિપાઠી પણ પાર્ટી પ્રેમી નથી. તેઓ બોલિવૂડ પાર્ટીઓમાં નથી જોવા મળતા અને અંબાણીની ઇવેન્ટમાં પણ તેઓ ક્યારેય જોવા નથી મળતા.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી પતિ નિક જોનાસ અંબાણીની પાર્ટીમાં થિરકતા અને મોજમજા કરતા જોવા મળ્યા હતા, પણ પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા અંબાણીના સ્થાન પર કોઈ ફંક્શનમાં જોવા મળી નથી અને હાલમાં લગ્નમાં પણ જોવા મળી નથી.

લોકપ્રિય અભિનેતા મનોજ બાજપાયી પણ બોલિવૂડની પાર્ટીઓથી દૂર રહેવાનું જ પસંદ કરે છે અને તેઓ પણ અંબાણીની મેગા ઇવેન્ટનો ભાગ નથી બન્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button