કોણ શું બનીને આવ્યું ને કેવું લાગતું હતુંઃ જૂઓ બોલીવૂડની હેલોવીન પાર્ટીનો વાયરલ વીડિયો

હેલોવીન પાર્ટીનો કોન્સેપ્ટ વેસ્ટર્ન દેશનો ભલે હોય પણ ભારતમાં પણ તેનો બારે ક્રેઝ છે. આવી જ એક પાર્ટી સોશિયલ મીડિયા સ્ટાર ઓરીએ અરેન્જ કરી હતી. આ પાર્ટીમાં અવનવા લાગતા સ્ટારર્સની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ કોણે કેવા વેશ ધારણ કર્યા છે.
મુંબઈમાં સિતારાઓની વણઝાર ઉતરી હતી. આ સાથે અંબાણી પરિવાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમા આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન, નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાથી માંડી દરેકે પોતાના અનોખા લૂકને લીધે ધ્યાન ખેંચતા હતા.
આલિયા ભટ્ટે ટોમ્બ રાઇડરના લારા ક્રોફ્ટનો લૂક પસંદ કર્યો. કાળા ટી-શર્ટ, શોર્ટ્સ, બેલ્ટ સાથે આવી હતી. તો દીપિકા પોતાના જ લેડી સિંઘમના લૂકમાં આવી હતી. જોકે મા બન્યાં બાદ ઓછી દેખાતી દીપિકા એકદમ ફીટ એન્ડ ફાઈન લાગતી હતી. તો અભિનેતા અને દીપિકાનાં પતિ રણવીર સિંહે જોરદાર એન્ટ્રી લીધી. એક તો ડેડપુલ ગેટમાં એકદમ ક્યૂટ લાગતો હતો અને તેની મસ્તી અને ઉછળકૂદ આખી પાર્ટીમાં રોનક લાવતી હતી.
હોસ્ટ ઓરીની વાત કરીએ તો ડિઝનીના ધ લિટલ મરમેઇડના સેબેસ્ટિયન કરચલાના તરીકે દેખાતો હતો. તેની મસ્તી હંમેશાં લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. ત્યારબાદ નીતા અંબાણી આવ્યા, જે બ્રેકફાસ્ટ એટ ટિફનીના આઇકોનિક ઓડ્રે હેપબર્ન લૂકમાં પાર્ટીમાં પહોંચ્યા. ક્લાસિક બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ, ડાયમંડ ક્રાઉન અને વિન્ટેજ હેરસ્ટાઇલથી એકદમ ડિફરન્ટ લૂક લાગતો હતો.
આ સિવાય પણ ઘણા સિતારાઓ હતા જેમના રંગબેરંગી અતરંગી લૂક્સે પાર્ટીને કોઈ મલ્ટિસ્ટારર ફિલ્મ જેવી બનાવી દીધી હતી.
31 ઓક્ટોબરના રોજ ઘણા પશ્ચિમી દેશોમાં હેલોવીન સેલિબ્રેશન થાય છે.



