Mr & Mrs Mahi Screeningમાં સ્ટાર્સનો જમાવડો, કપૂર સિસ્ટર્સે દેખાડ્યો જલવો…
![](/wp-content/uploads/2024/05/Good-News-11-780x470.jpg)
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ મિ. એન્ડ મિસિઝ માહી (Film Mr & Mrs Mahi)ની જ ચર્ચા ચાલી રહી છે. જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ Janhvi Kapoor And Rajkumar Rao) સ્ટારર ફિલ્મ 31મી મેના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે અને એ પહેલાં જ રાખવામાં આવેલા સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો અને કપૂર સિસ્ટર્સ એટલે કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરે પોતાનો જલવો વિખેર્યો હતો.
સોમવારે સાંજે મુંબઈના જૂહુના એક થિયેટરમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં જ્હાન્વી કપૂર, કરણ જોહર, ખુશી કપૂર અને અન્ય સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ સમયે જ્હાન્વીના પિતા બોની કપૂર, બહેન ખુશી કપૂર અને અંશુલા કપૂર પણ હાજર રહ્યા હતા. આ સિવાય અપારશક્તિ ખુરાના, કુશા કપિલા, વેદાંગ રૈના, આકાંત્રા રંજન કપૂર, આદિત્ય સીલ, અનુષ્કા રંજન કપૂર, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, ધનશ્રી વર્મા, સોહા અલી ખાન, કુણાલ ખેમુ, બોની કપૂર, મનીલા સંતોષી અને તનિષા સંતોષી જેવા લોકોએ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી.
જહાન્વી કપૂરે સ્ક્રીનિંગ દરમિયાન પણ મિસ્ટર એન્ડ મિસીઝ માહીના પ્રમોશનલ લૂકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. પોતાની ફિલ્મની સ્ક્રિનિંગ પર જ્હાન્વી એકદમ ખાસ અંદાજમાં જોવા મળી હતી. એક્ટ્રેસે આ ઈવેન્ટ પર એક કસ્ટમાઈઝ્ડ બ્લ્યુ કલરની સ્ટ્રેપી બોડી સૂટ પહેર્યો હતો અને એના પર માહી 06 લખ્યું હતું. આ સાથે તેણે ડેનિમ કાર્ગો પેન્ટ અને પર્પલ સ્નીકર્સ સાથે મેચ કર્યા હતા.
જોકે, મોટી બહેનની જેમ નાની બહેન ખુશી કપૂરે આ ઈવેન્ટમાં લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને આ સમયે તે પોતાના સો કોલ્ડ બોયફ્રેન્ડ અને ધ આર્ચીઝના કો-સ્ટાર વેદાંગ રૈના સાથે ઈવેન્ટ પર પહોંચી હતી. બંને જણે બ્લેક કલરના આઉટફિટ્સ પહેરીને ટ્વીનિંગ કર્યું હતું.
વાત કરીએ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ (Mr & Mrs Mahi Screening)ની તો આ ફિલ્મ 31મી ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જ્હાન્વી અને રાજકુમાર રાવ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મમાં રાજકુમાર એમ. એસ ધોનીનો રોલ કરશે જ્યારે જ્હાન્વી મહિમાનો રોલ નિભાવી રહી છે.