સ્ટેન્ડ અપ કૉમેડિયન ઝાકીર ખાનની ઈન્સ્ટાપોસ્ટએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા

સ્ટેન્ડ અપ કૉમેડી પોપ્યલર થઈ ત્યારથી લોકોનું મનોરંજન કરતો ફેમસ સ્ટેન્ડ અપ કૉમેડિયન હાલમાં તેની ઈન્સ્ટાપોસ્ટને કારણે ચર્ચામાં છે. ઝાકીર ખાન લગભગ દસેક વર્ષથી સતત શૉ કરતો રહે છે. સોશિયલ મીડિયા પર તેને જોનારાની સંખ્યા લાખોમાં છે અને તેના શૉ લાઈવ જોવા માટે પણ લોકો લાઈન લગાવે છે. કૉમેડી સાથે સટાયર કરતા ઝાકીર ખાને અચાનક શૉમાંથી બ્રકે લેવાનું જાહેર કરી ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે.
આ શૉ છોડવાનું કારણ પણ ઝાકીરે લખ્યું છે, જે વધારે ચિંતા કરાવનારું છે. ઝાકીરે પોતાની બગડી રહેલી તબિયતને આ માટે કારણ ગણાવી છે, આથી એક્ઝેક્ટલી કમોડિયનને શુ થયું છે તે ફેન્સને સમજાતું નથી.
આ પણ વાંચો: પાકિસ્તાનીનું સમર્થન કરી આ સ્ટેન્ડ અપ કોમેડિયન મુશ્કેલીમાં મુકાયો, X એકાઉન્ટ ડિએક્ટિવેટ
પાપા યાર આ નામના શૉ માટે તે હાલમાં દેશના અલગ અલગ શહેરોમાં ફરે છે. ત્યારે અચાનક તેણે આ સિરિઝના શૉ લેવાનું બંધ કરી દીધું છે. અમુક શહેરોમાં જ આ શૉ કરી તે મોટો બ્રેક લેવાનો છે તેવી તેની પોસ્ટ વાયરલ થઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર તેમે મુકેલી પોસ્ટમાં ઝાકીરે લખ્યું છે ધ હેલ્થ અપડેટ. છેલ્લા દસ વર્ષથી સતત ટૂર કરું છું. તમારા પ્રેમ બદલ ધન્ય થયો છું. પણ આટલી ટૂર કરવાનું આરોગ્ય માટે સારું નથી. દિવસમાં બે ત્રણ શૉ કરવાના, રાત્રે સૂવાનું નહીં, સવારે ઊઠીને પ્લેનમાં પ્રવાસ કરવા બેસી જવાનું ખાવાપીવાના ઠેકાણા નહીં, આ બધા કારણોથી તબિયત પર અસર થઈ રહી છે. તેમ તેણે કહ્યું છે અને બ્રેક લઈ રહ્યો હોવાની જાહેરાત કરી છે.
હવે તેની તબિયતને શું થયું અને કેટલો સમય બ્રેક લેવાના છો તે વિશે તેણે કહ્યું નથી આથી ફેન્સ ચિંતામાં છે.