58ની ઉંમરે અરબાઝ ખાનના ઘરે બંધાશે પારણું, પત્ની શૂરાના બેબી શાવરમાં બોલીવૂડ સ્ટારનો મેળાવડો…

બોલીવૂડના ખાન પરિવારમાં ટૂંક સમયમાં નવા મહેમાનની આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 58 વર્ષની વયે પિતા બનવા જઈ રહેલા અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન ગર્ભવતી છે. જેના બેબી શાવરના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાન પરિવારના સભ્યો ઉપરાંત બોલીવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી, જેમાં સુપરસ્ટાર સલમાન ખાન પણ સામેલ હતા.
અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનના બેબી શાવરનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુંદર ડેકોરેશનની સાથે ખાન પરિવારના સભ્યો અને બોલીવૂડના પ્રખ્યાત ચહેરાઓએ હાજરી આપી હતી. સલમાન ખાનના જીજા અતુલ અગ્નિહોત્રીએ આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં ખુશીનો માહોલ અને સુંદર સજાવટ સ્પષ્ટ દેખાય છે. સલમાન ખાન પોતાના સ્વૈગ સાથે બ્લેક ટી-શર્ટ અને સનગ્લાસમાં એન્ટ્રી લેતા જોવા મળ્યા.
આ બેબી શાવરમાં અરબાઝના પુત્ર અરહાન ખાન પણ હાજર રહ્યા, વ્હાઈટ ટીશર્ટ અને જીન્સ પેન્ટમાં અરહાન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા હતા. અરબાઝના નાના ભાઈ સોહેલ ખાનનો પુત્ર નિર્વાન ખાન પણ આ ઉજવણીનો ભાગ બન્યો હતો, જેની યેલો ટી-શર્ટ પર ‘રિબેલ’ લખેલું હતું, જે તેનો કુલ અંદાજ બતાવી રહ્યો હતો. સલમાન ખાનની માતા સલમા ખાન આ ઇવેન્ટમાં સોહેલનો હાથ પકડીને જોવા મળી હતી. આ ઉપરાંત, સલમાનની સાવકી માતા હેલેન પણ ક્રીમ રંગના લોન્ગ સૂટમાં પરિવારના નજીકના મિત્ર નદીમ કુરેશી સાથે હાજરી પુરાવી હતી.
ખાન પરિવારના આ ખાસ પ્રસંગમાં બોલીવૂડ અને ટીવી જગતના ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા. ટીવી અને પંજાબી ફિલ્મોના ફેમસ જોડી રવિ દુબે અને સરગુન મહેતા આ બેબી શાવરમાં હાજર રહ્યા, જ્યાં સરગુન મરૂન રંગના ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી. આ ઉપરાંત, નિયા શર્મા અને જન્નત ઝુબેર તેમના ભાઈ સાથે આ ઇવેન્ટમાં જોવા મળી હતી. જન્નતે પિંક ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિયા બ્લેક આઉટફિટમાં નજરે પડી હતી. સલમાનની નાની બહેન અર્પિતા ખાન પણ આ ઉજવણીમાં ભાગ બની હતી.
આ બેબી શાવર ખાન પરિવાર અને તેમના નજીકના મિત્રો માટે એક યાદગાર આયોજન બન્યું હતું. આ ઇવેન્ટનું ડેકોરેશન અને વ્યવસ્થા ખૂબ જ આકર્ષક હતી. આ પ્રસંગે ખાન પરિવારની એકતા અને બોલીવૂડના સ્ટાર્સની હાજરીએ આ ઉજવણીને વધુ ખાસ બનાવી હતી.