મનોરંજન

શાહરૂખ ખાન હોય અને ચહેરા પર સ્મિત ન આવે તેવું ન બને, જૂઓ કિંગ ખાને શું કર્યું કે…

બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની એક્ટિંગ સાથે પોતાના સ્માર્ટ જૉક્સ માટે પણ જાણીતા છે. એસઆરકે જ્યારે હોય ત્યારે કોઈને કોઈ વાત પર મજાક કરે છે અને લોકોને હસાવે છે.

આવું જ બન્યુ જ્યારે 24માં IIFA એવૉર્ડ્સની જાહેરાતના પ્રસંગેમાં શાહરૂખ ખાન પહોંચ્યો. આ એવોર્ડની જાહેરાતમાં કરણ જોહર, અભિષેક બેનરજી, રાણા દુગ્ગાબાટી પણ હતા. એસઆરકેએ રમૂજ કરતા રહ્યું કે આજકાલની જનરેશન પગે પડે તો પણ આ રીતે પડે છે. આમ કરી તેણે આજની પગે પડવાની સ્ટાઈલ બતાવી જેને જોઈને બધા હસી પડ્યા.
ત્યારબાદ રાણા દુગ્ગાબાટીએ એસઆરકેને પગે પડીને કહી રહ્યો છે કે સર હું સાઉથનો છું અને અમારે ત્યાં આવી રીતે જ ચરણ સ્પર્શ કરવામા આવે છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આઈફા એવોર્ડ્ આ વર્ષે દુબઈમાં યોજાવાનો છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં એવોર્ડ સમારંભ યોજાશે એટલે દુબઈમાં ફરી સિતારાઓનો મેળાવડો જામશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button