સાઉથના સુપરસ્ટારે કઈ એક્ટ્રેસને બર્થડે વિશ કરતા લખ્યું સ્વીટ ગર્લ…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવૂડ સુધી પોતાની એક્ટિંગની લોકોને દિવાના બનાવનારી એક્ટ્રેસ શ્રીલીલાએ 2019માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગલું માંડ્યું હતું. શ્રીલીલા આજે પોતાનો 24મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. શ્રીલીલાના જન્મદિવસે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સહિત અને સેલેબ્સે ખાસ અંદાજમાં તેને બર્થડે વિશ કર્યું છે. અલ્લુ અર્જુને તો શ્રીલીલાને સ્વીટ ગર્લ કહી દીધી હતી, આવો જોઈએ બીજું શું કહ્યું અલ્લુ અર્જુને પોતાની પોસ્ટમાં…

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને શ્રીલીલાને જન્મદિવસની શુભેચ્છા આપતી ખાસ પોસ્ટ શેર કરી છે સોશિયલ મીડિયા પર. અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જે પુષ્પા 2ના સેટ પરની છે. એક્ટરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સ્વીટ ગર્લ લીલા… આવનારું વર્ષ શાનદાર રહે. જેના જવાબમાં એક્ટ્રેસે થેન્ક્યુ સર કમેન્ટ કરી હતી. અહીંયા તમારી જાણ માટે કે એક્ટ્રેસે પુષ્પા ટુમાં કિસિક નામનું આઈટમ સોન્ગ કર્યું હતું, જે ખૂબ જ ફેમસ થયું હતું.

અલ્લુ અર્જુન સિવાય સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ પણ શ્રીલીલાને જન્મદિવસની શુભેચ્છા આપતી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર લગાવી છે. સામંથાએ સ્ટોરી પર શ્રીલીલાનો ફોટો શેર કરીને કરીને લખ્યું હતું કે શાનદાર જન્મદિવસની શુભેચ્છાઓ. આ સ્ટોરીના જવાબમાં બર્થડે ગર્લે લખ્યું થેન્ક્યુ… લોટ્સ ઓફ લવ…
વાત કરીએ શ્રીલીલાના વર્ક ફ્રન્ટની તો 2019માં ફિલ્મ કિસથી લીડ એક્ટ્રેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને આ પહેલાં 2017માં તેઓ ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 2021માં પેલી સંદડી અને 2022માં ફિલ્મ ધમાકામાં જોવા મળી હતી. 2024માં બ્લોક બસ્ટર ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા ટુમાં જોવા મળી હતી. આ સિવાય એક્ટ્રેસ ટૂંક સમયમાં બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન સાથે ફિલ્મ આશિકી 3માં જોવા મળશે, જેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.