
ચેન્નાઈ: સાઉથ એક્ટર રજનીકાંતને(Rajinikanth)સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ટીમ રજનીકાંત તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ મુજબ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે 73 વર્ષીય સુપરસ્ટારને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મંગળવારે સર્જરી કરાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે.
ડૉ. સાઈ સતીષની દેખરેખ હેઠળ સારવાર કરાવશે
મીડિયા અહેવાલ મુજબ, હોસ્પિટલના એક સૂત્રએ પુષ્ટિ કરી કે રજનીકાંત મંગળવારે કાર્ડિયાક કેથ લેબમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઈ સતીષની દેખરેખ હેઠળ સારવાર કરાવશે.અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રજનીકાંતની પત્ની લતાનો તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે બધું બરાબર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને રજનીકાંતના ચાહકો તેના વિશે ખૂબ જ ચિંતિત છે. લોકો તેમના ઝડપથી સાજા થાય અને ઘરે પરત ફરે તેવી કામના કરી રહ્યા છે. મીડિયા એજન્સીએ એક્સ હેન્ડલ પર ચેન્નાઈની એપોલો હોસ્પિટલના વિઝ્યુઅલ શેર કર્યા છે. જ્યાં સોમવારે મોડી રાત્રે રજનીકાંતને દાખલ કરવામાં આવ્યા હતા.
Also Read –