ઓસ્ટ્રેલિયાના નિયમથી અજાણ આ અભિનેત્રીએ એક ચમેલીના ગજરા માટે ભરવો પડ્યો આટલો દંડ!

જે લોકોને એરલાઈન્સમાં ટ્રાવેલિંગ પોષાતું નથી તેમને ઘણીવાર એક શહેરથી બીજા શહેર કે એક દેશથી બીજા દેશ ઉડતા સેલિબ્રિટિ, પોલિટિશિયન્સ કે પછી ઉદ્યોગપતિઓની ઈર્ષા થતી હોય છે અને તેમના જેવી જિંદગી જીવવાનું મન થતું હોય છે, પરંતુ ખરા અર્થમાં એર ટ્રાવેલિંગ માત્ર મોંઘુ નહીં અઘરું પણ છે. ઘણા સેલિબ્રિટીઝને આવા અનુભવો થયા છે ત્યારે દક્ષિણની એક અભિનેત્રીને તાજેતરમાં થયેલો અનુભવ જાણવા જેવો છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નાવ્યા નાયરે (Navya Nair) પોતાની સાથે બનેલી ઘટના જણાવી છે. નાવ્યા મલ્યાલી એસોસિયેશને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી. સાઉથના લોકો હજુ તહેવારો નિમિત્તે અને આમ જીવનમાં પણ પોતાના પારંપારિક પરિધાનમાં રહેવાનું પસંદ કરે છે. આથી દીકરી ઓનમ નિમિત્તે મલિયાલી સમાજના કાર્યક્રમાં જાય છે તેમ વિચારી કાવ્યાના પિતાએ તેને ચમેલીની વેણી આપી હતી. આ વેણીના તેમણે બે કટકા પણ કર્યા.
આમાંથી એક તેણે ઘરેથી નીકળતા વાળમાં બાંધ્યો અને બીજો સિંગાપુરથી મેલબોર્ન જતા સમયે બાંધવા માટે તેણે પોતોની હેન્ડબેગમાં રાખ્યો હતો. પણ મેલબોર્ન એરપોર્ટ ખાતે તેને પકડવામાં આવી અને નાવ્યા પર રૂ. 1.14 લાખનો દંડ લગાવવામાં આવ્યો. આનું કારણ તે સમયે નાવ્યાને પણ ખબર ન હતી અને લગભગ ઘણાવે ખબર નહીં હોય. ઓસ્ટ્રેલિયા પોતાના બાયોસિક્યોરિટી કાયદાઓ બાબતે બહુ કડક છે. અહીં અન્ય દેશમાંથી લાવવામાં આવતા ફૂલો કે કુદરતી વસ્તુઓને પણ તમારે ચેક ઈન પહેલા ડિક્લેરેશન ફોર્મમાં ભરવી પડે છે. કાવ્યાને આ માહિતી ન હોવાથી તેનાંથી ભૂલ થઈ, પણ નિયમ એ નિયમ અનુસાર તેણે 28 દિવસમાં આ રકમ ભરવાની રહેશે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી ફૂલો અથવા તો પ્રાણીઓ લઈ જવા પર પ્રતિબંધ છે.
અભિનેત્રીએ પોતાની આ ભૂલ ખેલદીલીથી સ્વીકારી. તે કાર્યક્રમમાં પહોંચી ત્યારે તેણે રમૂજ કરતા કહ્યું પણ કે મારા વાળમાં જે 15 સેમીનો ગજરો છે તે લાખ રૂપિયાનો છે. અભિનેત્રીએ સ્વીકાર્યું કે ભૂલ તે ભૂલ હોય છે, ભલે તે જાણી જોઈને ન થઈ હોય. હવે આ ભઈ અભિનેત્રી એટલે તેને એક લાખનો દંડ થાય તો ગમે તે ભરી દે, પણ આપણા જેવા માટે તો ભારે થઈ જાય. આથી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાઓ ત્યારે દરેક દેશના નિયમો જાણી લેવા જરૂરી છે.
આપણ વાંચો: ‘રામાયણ’ની સીતા સાઈ પલ્લવીની નમ્રતાએ દર્શકોના દિલ જીત્યા, જૂઓ વીડિયો