મનોરંજન

7 વર્ષથી રિલેશનશીપમાં છે સૂરજ પંચોલી, ઇન્ટરવ્યૂમાં કહ્યું જિયા અને મારી વચ્ચે..

જિયા ખાન અપમૃત્યુ કેસમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર હત્યાનો આરોપ મુકાયો હતો. જો કે આ તમામ આરોપો સામે કોર્ટે તેને રાહત આપતા નિર્દોષ જાહેર કર્યો હતો. હાલમાં જ સૂરજે એક ઇન્ટરવ્યૂમાં તેના અને જિયા વચ્ચેના સંબંધોની તેમજ તેની પોતાની રિલેશનશીપ વિશે ખૂલીને વાત કરી હતી.

સૂરજે કહ્યું હતું કે જીયા ખાન સાથે તેનો સંબંધ ખૂબ ઓછો ચાલ્યો. તે છેલ્લા 7 વર્ષથી રિલેશનશિપમાં છે અને તેનું જીવન ખૂબ જ સુંદર બની ગયું છે. આ સંબંધ તેના માટે ખૂબ જ અંગત બાબત હોવાથી તે તેની લેડી લવનું નામ જાહેર નહિ કરે.
“લોકોએ મારા વિશે ખોટી ધારણાઓ બાંધી છે. ઘણા લોકો મને ખરાબ પ્રેમી અને જીવનસાથી માને છે. જો કે મારી નજીકના લોકો જાણે જ છે કે હું કેવો છું.” તેમ સૂરજે જણાવ્યું હતું.

કામ ન મળવાની વાત કરતાં સૂરજે કહ્યું- ‘હું કેસને કારણે મુસાફરી કરી શક્યો નહીં. હું સમજી ગયો કે ફિલ્મ મેકર્સ મારી સાથે કામ કરવામાં અચકાતા હતા. જો હું નિર્માતા હોત, તો કદાચ હું પણ એવું જ વિચારત’.

સૂરજ તેની કારકિર્દીને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટૂંક સમયમાં એક નવા મ્યુઝિક વીડિયો સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ સિવાય વેબ સિરીઝને લઈને પણ વાતચીત ચાલી રહી છે તેમ તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button