બેંગ્લોર કોન્સર્ટ કોન્ટ્રોવર્સીઃ Sonu Nigamએ કરી સ્પષ્ટતા…

કન્નડ ગીતો પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમની મુશ્કેલી ઘટી નથી રહી. પહેલાં એફઆઈઆર થયા બાદ હવે સોનુ નિગમ કાનુની પચડામાં ફસાયા છે. અવલાહલ્લી પોલીસે સિંગરને નોટિસ ફટકારીને તપાસ માટે હાજર થવાનું જણાવ્યું છે. કથિત રીતે આ નોટિસ વોટ્સએપ પર મોકલાવવામાં આવી હતી. પોલીસ પણ તપાસ માટે એ વીડિયો ક્લિપ્સ તપાસી રહી છે જેને કારણે વિવાદ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર પોલીસે આયોજકો પાસેથી પણ રો ફૂટેજ મંગાવી છે. વીડિયો અને ઓડિયોની પ્રમાણિક્તા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે અને આ બધા વચ્ચે સોનુ નિગમ બેંગ્લોર કોન્સર્ટ વિવાદ પર સ્પષ્ટકા કરતાં ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે.
સોનુ નિગમે શેર કરેલાં સ્ટેટમેન્ટમાં તેણે લખ્યું છે કે નમસ્કાર, મેં ભાષા, સંસ્કૃતિ, સંગીત, સંગીતકારો, રાજ્ય અને લોકોને અભૂતપૂર્વર પ્રેમ આપ્યો છે, માત્ર કર્ણાટકમાં જ નહીં દુનિયાના કોઈ પણ ખુણે. સાચે મેં હિંદી સહિત અન્ય ભાષાના ગીતની સરખામણીએ કન્નડ ગીતોને વધારે માન-સમ્માન આપ્યું છે.
આપણ વાંચો: પીડાથી કણસતો હતો છતાં કોન્સર્ટ કર્યો; સોનુ નિગમે વિડીયો શેર કરી કહીં આ વાત
સોશિયલ મીડિયા પર આ વાતની સાક્ષી પૂરતા અનેર વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. હું કોઈ યુવાન નથી કે જે કોઈનું અપમાન સહું. હું 51 વર્ષનો છું અને જીવનના બીજા તબક્કામાં છું. મને એ વાતનું ખોટું લાગ્યું છે કે મારા દીકરા કે એનાથી પણ નાનો યુવાન હજારો લોકોની વચ્ચે ભાષાના નામે મને ધમકાવે છે, એ પણ કન્નડમાં કે જે કામના મામલામાં મારી બીજી ભાષા છે.
સોનુએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું છે કે તેના પોતાના લોકો શરમાઈ રહ્યા હતા અને તેને ચૂપ રહેવા કહી રહ્યા હતા. મેં એને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે શો હજી શરૂ થયો છે અને આ મારું પહેલું ગીત છે. હું એને નિરાશ નહીં કરું. પણ તેણે મને મારા નક્કી કરેલાં કાર્યક્રમ પ્રમાણે આગળ વધવા દેવું પડશે.
આપણ વાંચો: હજુ કિશોર કુમારને પદ્મ પુરસ્કાર મળ્યો નથીઃ સોનુ નિગમે વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું?
અત્રે ઉલ્લેખનીય છે કે સોનુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે દરેક સિંગર પાસે તેમનું લિસ્ટ તૈયાર હોય છે જેથી તેમને મ્યુઝિશિયન સાથે કમ્યુનિકેટ કરવામાં સરળતા રહે. પરંતુ તે મને હેરાન કરવામાં ધમકાવવામાં વ્યસ્ત હતા. તમે જ મને કહો કે આમાં ભૂલ કોની છે? હું એ લોકોને નફરત કરું છું જે ધર્મ, ભાષા કે જાતિના નામ પર નફરત ફેલાવે છે અને એમાં પણ પહલગામ આંતકવાદી હુમલા બાદ તો ખાસ.
હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મારા વખાણ કર્યા. વિવાદ ત્યાં જ પૂરો થયો. મેં એક કલાક કરતાં પણ લાંબા સમય સુધી મેં કન્નડમાં ગીત ગાયા હતા. આ બધું સોશિયલ મીડિયા પર છે. હવે હું આ આખો મામલો કર્ણાટકની સમજદાર જનતા પર છોડું છું કે અહીંયા દોષી કોણ છે. હું તમારા નિર્ણયનો સ્વીકાર કરીશ.
સોનુએ કર્ણાટક પોલીસ અને કાનૂની એજન્સી માટે પણ સમન્માન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારી પાસેથી જે આશા રાખવામાં આવી છે એને હું પૂરું કરીશ. મને કર્ણાટક માટે હંમેશાથી ખૂબ જ પ્રેમ રહ્યો છે. તમારો જે પણ નિર્ણય હશે એનું હું સન્માન કરીશ…