મનોરંજન

બેડરુમના સીન માટે સોનાલી કુલકર્ણીએ શેર કર્યો અનુભવ, સંજય દત્તે શું કર્યું હતું, જાણો?

મુંબઈઃ ‘દિલ ચાહતા હૈ’ ફેમ અભિનેત્રી સોનાલી કુલકર્ણી થોડા દિવસો પહેલા લવ સિતારા ફિલ્મમાં જોવા મળી હતી. સોનાલી કુલકર્ણીની તાજેતરનો એક ઈન્ટરવ્યૂ ચર્ચામાં છે. સોનાલી કુલકર્ણીએ સંજય દત્ત સાથે ‘મિશન કાશ્મીર’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સંબંધિત એક અનુભવ શેર કરીને એક મહત્ત્વની વાત કરી હતી. ફિલ્મના એક સીન દરમિયાન સંજય દત્તે તેને કઈ રીતે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ‘ગંદી બાત’ કેસમાં એકતા કપૂરની પોલીસે કરી પૂછપરછઃ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો

એક મુલાકાતમાં સોનાલી કુલકર્ણીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મમાં અમારો બેડરુમનો સીન હતો. એ વખતે મારી એક હેર ડ્રેસર હતી. મારી પર્સનલ નહોતી અને જેવા મૈં આઉટફીટ ચેન્જ કર્યા ત્યારે તેને કહ્યું કે તે વેક્સિંગ કર્યું છે ને તો મેં હામાં જવાબ આપ્યો હતો. મેં એ વખતે સારું એવું ગાઉન પહેર્યું હતું, પરંતુ નર્વસ હતી.

એ વખતે મારા હોઠોની સાથે આંગળીઓ કાંપી રહી હતી અને એ વખતે સંજય દત્ત કહે છે કે આજ આફતાબને મુજે અબ્બા બુલાયા ઔર મૈં બોલતી હું કી મુઝે પહેલી અમ્મી બોલ દિયા થા. અમારી વચ્ચે ઘર્ષણ થાય છે અને અંતમાં હગ કરવાનું હોય છે. આ સીન માટે સોનાલીએ આગળ કહ્યું હતું કે સંજય દત્તે મને બોલીવી અને કહ્યું કે અહીં આવ.

આ પણ વાંચો: Parineeti Chopraના બર્થડે પર રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું પતિ રાઘવ ચઢ્ઢાએ…

આ સીનમાં કંઈ નથી. બસ ફક્ત બે ડાયલોગ છે અને હગ કરવાનું છે. પહેલા હું નર્વસ અને તું પણ નર્વસ છે તો સીન જ નહીં બને બેટા. તું શાંત થા અને એના પછી હું બેડરુમ સીન ફ્રેન્ડલી તરીકે થયો અને પછી એ સીન કરવામાં આવ્યો હતો. સોનાલી આ વાતોને યાદ કરીને હસવા લાગી હતી. હવે એવું કહેવાય છે કે સોનાલી કુલકર્ણી હેલ્લો નોક-નોકમાં જોવા મળશે. એના સિવાય મરાઠી ફિલ્મમાં જોવા મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button