Sonakshi weds Zahir: જાણો નાનકડા સમારંભમાં કોણ કોણ રહેશે હાજર

સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન વિશે કપલ કે સિન્હા પરિવાર ભલે કંઈ ન બોલે, પણ મહેમાનોએ બોલવાનું શરૂ કરી દેતા હવે નક્કી થઈ ગયું છે કે બન્ને 23મી જૂને પરણી રહ્યા છે.
આ પણ વાંચો: Sonakshi Sinhaના લગ્નને લઈને પિતા Shatrghan Sinhaએ હવે કહ્યું કે મારે તો…
વાત જાણે એમ છે કે સોનાક્ષીના લગ્નનું નોતરું ગાયક હની સિંહને પણ ગયું છે ત્યારે હની સિંહ હાલમાં લંડન છે, પણ તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેણે લખ્યું છે કે હાલમાં ગ્લોરીના સૉંગના શૂટિંગ માટે લંડનમાં છુ પણ હું બેસ્ટ ફ્રેન્ડ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપવા ચોક્કસ આવીશ. તેણે મને જીવનમાં ઘણો સાથ આપ્યો છે. હની અને સોનાક્ષીએ વીડિયો આલ્બમમાં સાથે કામ કર્યું છે.

સોનાક્ષી અને ઝહીરનો એક ઓડિયો પણ લીક થયો હતો જેમાં બન્ને લગ્ન માટે ઈન્વિટેશન આપી રહ્યા છે. તેમાં તેઓ કહે છે કે હવે અમે રૂમર્ડ બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી હસબન્ડ-વાઈફ થવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: હેં…Sonakshi Sinhaએ પહેલેથી જ લગ્ન કરી લીધા છે? તો પછી 23 જૂને શું થવાનું છે?
સોનાક્ષીના લગ્નમાં હાજરી આપવા જે સિતારાઓને આમંત્રણ મળ્યું છે તેમાં હુમા કુરેશી, શર્મિન સહગલ, ફરદીન ખાન, સંજય લીલા ભણસાલી, આયુષ શર્મા વગેરેના નામનો સમાવેશ થાય છે. ઝહીર અને સોનાક્ષીનો ભેટો કરાવનાર સલમાન ખાન સમારંભમાં હાજરી આપવાનો નથી.
બન્નેના લગ્ન સાદાઈથી થવાના છે અને ખૂબ જ ઓછા મહેમાનોની હાજરીમાં થશે તેમ જાણવા મળ્યું છે.