મનોરંજન

Sonakshi weds Zaheer: આ બ્યુટીફુલ કપલનો આ બ્યુટીફુલ વીડિયો જોયો?

કોઈ સામાન્ય પરિવારના યુવક-યુવતી હોય કે પછી બોલીવૂડ સેલિબ્રિટી લગ્ન હંમેશા એક ખૂબ જ સ્પેશિયલ અને મેમોરેબલ સેલિબ્રેશન બની જાય છે. હાલમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani wedding) થનારા લગ્ન અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નની ધૂમ મચી છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન આંતરધર્મીય હોવાથી ઘણી અફવાઓ અને અટકળો ફેલાઈ હતી, પરંતુ સોનાક્ષીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો મૂક્યો છે તે જોઈને તેમાં એક બીજા માટેનો પ્રેમ અને મિત્રોને મસ્તી જોઈને મજા પડી જશે. (viral video of Sonakshi wedding)

આ વીડિયોમાં શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે સોનાક્ષી સિન્હાએ કેપ્શનમાં લખ્યું, ‘પરિવાર, મિત્રો, પ્રેમ, મિત્રતા, મજાક-મસ્તી- અહીં-ત્યાં દોડતા બાળકો, આનંદના આંસુ, આલિંગન, ઉત્તેજના, ચીસો, આનંદ, ખુશી, ગભરાટ, લાગણીઓ. અને સૌથી વધુ માત્ર ખુશી, આ અમારું અવ્યવસ્થિત નાનકડું લગ્નનું ઘર હતું… અને તે એકદમ બરાબર હતી, આ અમે હતા.

ઇન્ટરફેથ મેરેજ કર્યા બાદ સોનાક્ષીને સોશિયલ મીડિયા પર ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. લગ્ન પછી તેણે પોતાની અને ઝહીરની તસવીરો શેર કરતાની સાથે જ કેટલાક નેટીઝન્સ તેને સતત ટ્રોલ કરવા લાગ્યા. આખરે સોનાક્ષીએ તેના ઇન્સ્ટાનું કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું. તે જ સમયે, આ વખતે પણ સોનાક્ષીએ વીડિયો શેર કરતી વખતે તેનું કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું હતું. જો આપણે વિડિયો વિશે વાત કરીએ તો તે ખરેખર એક મસ્ત વીડિયો છે, જેમાં સોનાક્ષી અને ઝહીરનો પરિવાર અને મિત્રો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

બે વ્યક્તિ જ્યારે પ્રેમ કરી લગ્નના બંધનમાં બંધાઈ ત્યારે દુનિયા શું કહે છે તેની પરવાહ કરતા નથી અને કરવી પણ ન જોઈએ. અરે ભઈ જબ મિયાં-બીવી રાઝી તો ક્યા કરેગા કાઝી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button