ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ રવિવાર 23 જૂનના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં તેના મનના માણિગર ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી લીધા છે. હવે ઝહીર અને સોનાક્ષી કાયદેસર પતિ-પત્ની બની ગયા છે. અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાની પુત્રીએ પોતાના લગ્ન સમારોહની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એવી અફવા પણ હતી કે સોનાક્ષીના લગ્ન માટે પરિવારની મંજૂરી નહોતી. સોનાક્ષીનો પરિવાર તેના આ લગ્નથી ખુશ નથી, પણ સોનાક્ષીના માતા-પિતા તેમની એકમાત્ર દીકરીના લગ્ન માટે બધો વિવાદ ભૂલીને લગ્નમાં હાજર રહ્યા હતા. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા પર સોનાક્ષીને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા હતા,. આ બધાને જવાબ આપતા સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મને આ લગ્ન માટે ભગવાન અને પરિવાર બંનેના આશિર્વાદ મળી ગયા છે.
લગ્નના ફોટા શેર કરવાની સાથે જ સોનાક્ષી-ઝહિરે એક મહત્વનો નિર્ણય લીધો હતો. તેઓ આ ખુશીના પ્રસંગમાં કોઇ ટ્રોલીંગ નથી ઇચ્છતા. લગ્નના ફોટા શેર કરવાની સાથે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે તેમના જીવનના ખાસ પ્રસંગ પર ટ્રોલિંગ અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓથી બચવા માટે સોશિયલ મીડિયા પર કમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.
સોનાક્ષીએ રવિવારે સાંજે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઝહીર ઈકબાલ સાથેના લગ્નની તસવીરો શેર કરી હતી. એણે કેપ્શનમાં લખ્યું હતું કે સાત વર્ષ પહેલા અમે એકબીજાની આંખોમાં પ્રેમનું સાચું સ્વરૂપ અને સપનું જોયું અને એને કાયમ રાખવાનો નિર્ણય લીધો. અનેક પડકારો અને ઉતાર-ચઢાવમાંથઈ પાર થયા બાદ અમને આ ખુશીની પળ પ્રાપ્ત થઇ છે. અમારા બંનેના પરિવાર અને ભગવાનના આશિર્વાદથી અમે આજે પતિ-પત્ની છીએ. અમે કોઇ નકારાત્મકતા ઇચ્છતા નથી.
લગ્નની તસવીરોને નકારાત્મક્તાથી અને ટ્રોલીંગથી દૂર રાખવા માટે ઝહીર-સોનાક્ષીએ પોસ્ટનું કમેન્ટ સેક્શન જ બંધ કરી દીધું છે.