મનોરંજન

Zahir Iqbalને કારણે લગ્નના દિવસે Sonakshi Sinhaએ કરવું પડ્યું આ કામ, ત્રણ મહિના બાદ કર્યો ખુલાસો…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્નને ત્રણ મહિના થઈ ગયા છે અને હવે લગ્નના દિવસે ઝહિરને કારણે સોનાક્ષીએ કરવા પડેલાં કામ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ લગ્ન ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યા હતા અને એનું કારણ હતું દુલ્હા-દુલ્હનના અલગ અલગ ધર્મ. એટલું જ નહીં પણ આ લગ્નને કારણે સિન્હા પરિવારમાં પડેલી દરારો હજી પણ ભરાઈ નથી. ખેર, આ દરારો સમય જતાં ભરાશે, પણ આપણે અહીં વાત કરીએ સોનાક્ષીએ ઝહિરને લઈને કરેલાં ચોંકાવનારા ખુલાસાની.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય સેલેબ્સની સરખામણીએ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા અને હવે સોનાક્ષીએ તેણે પોતાના લગ્નમાં મહેંદી કેમ નહોતી મૂકાવી એવું પૂછવામાં આવતા તેણે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે મહેંદી ન લગાવવાનું કારણ ઝહિર હતો.

સોનાક્ષીએ જણાવ્યું કે એક તો ઝહિરને મહેંદીની સ્મેલ નથી ગમતી અને બીજું કે હું પણ થોડી આળસુ છું એટલે બે-ત્રણ કલાક એક જ જગ્યા પર બેસી રહેવું મને પણ ના ગમે એટલે મેં લગ્નમાં મહેંદી નહોતી લગાવી. આ સિવાય જ્યારે મહેંદીનો રંગ ઉતરે છે ત્યારે ખૂબ જ ખરાબ લાગે છે. તો તમે સોનાક્ષીના લગ્નના ફોટો ધ્યાનથી જોયા હશે તો તેણે લગ્નમાં પોતાની મહેંદીને લઈને જ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે લગ્નનમાં મહેંદીને બદલે અલ્તા (લાલ રંગથી હથેળીમાં ટપકા અને ટેરવા રંગવાની એક પ્રણાલી) પર પસંદગી ઉતારી હતી.

લગ્નના ત્રણ મહિના બાદ સોનાક્ષીએ મહેંદી ન લગાવવાનું આવું કારણ આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. કપલ અત્યારે પોતાના જીવનનો ગોલ્ડન પીરિયડ એન્જોય કરી રહ્યું છે. લગ્નના ત્રણ મહિનામાં કપલ બે વખત હનીમૂન પર જઈ આવ્યું છે અને અવારનવાર ડેટ નાઈટ્સ પર પણ જતું જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button